વડોદરા : ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતનું આર્થિક પાટનગર (Vadodara Bullet Train Project) ગણાતા અમદાવાદ શહેર વચ્ચે પ્રવાસીઓ માટે પ્રવાસી ઝડપી બને એ માટે કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વડોદરા શહેરથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ વડોદરા રેલવે સ્ટેશન ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. (Bullet train operation in Vadodara)
12 જેટલા બૂલેટ ટ્રેનના સ્ટેશન હશેમુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. જે મુખ્ય શહેરી માર્ગોને જોડતા હશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. (bullet train project gujarat)
વિવિધ નદીઓ પરથી પસાર થશે બુલેટ ટ્રેનનેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 352 કિલોમીટરના રૂટ પર 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે, જેમાં મુખ્યત્વે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં કામગીરી મોટા પાયે થઈ છે. નવસારી પાસે 9.2 કિલોમીટરની વાયડક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. હાલ ગુજરાતના 8 જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી ચાલુ છે. સાબરમતી, મહી, તાપી, નર્મદા નદી પર બ્રિજની કામગીરી ચાલુ છે. જોકે હજુ વડોદરા શહેરની અંદર રેલવે સ્ટેશન વિસ્તારમાં બુલેટ ટ્રેનને લઈ ખૂબ ઓછો કામગીરી દેખાઈ રહી છે, પરંતુ વડોદરા પહેલા આણંદ વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે પિલર વર્ક ચાલી રહ્યું છે. (bullet train route in gujarat)