વડોદરા :ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન ગતરોજ શહેરના અકોટા સયાજીનગર ગૃહ ખાતે યુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત હજારો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આજે સવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્યો, મેયર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોગ્ય સુવિધાઓ મળી રહે તેવો પ્રયાસ :આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સમયથી શરૂ થયેલી અને અધ્યક્ષ જે.પી. નડ્ડાના સમયમાં આગળ વધેલા દરેક જિલ્લામાં નવીન કાર્યાલય બનાવવા માટેની યોજના ગુજરાતમાં સફળતા પૂર્વક આગળ વધી છે. દરેક જિલ્લા કાર્યાલય ફરજીયાત હોવું જોઈએ અને શહેરથી દૂર હોય પણ મોટું હોય અને શહેર વિકસિત થાય તેવા હેતુ અનુસાર તેનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કાર્યકર્તાઓને સરળતા રહે અને સિમ્પલ પરંતુ સુવિધા ઉપલબ્ધ હોય તેના માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
એપ્રિલ 2024 સુધી નિર્માણ થશે :હાલમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ અને એમની ટીમ ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ દ્વારા આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે. આવનારા 2024ના 6 એપ્રિલ સુધીમાં અને બાંધકામના પૂર્ણ કરીને તેને કાર્યકર્તાઓ માટે અને લોકો માટે સમર્પિત કરવાની યોજના બનાવી છે. માટે તેઓને અભિનંદન પાઠવે છે. ખુબ સરસ રીતે કરેલો નિર્માણ થશે. લોકો માટે સુવિધાઓ વધે તે માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.