વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મહાનગપાલિકા સામે વિરોધમાં ગેરવર્તન કર્યુ હતુ. પોતાના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતના કામો ન થતાં હોવાના આક્ષેપ સાથે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે વોર્ડ નં-4 માંજલપુરની ઓફિસમાં જઇને 3 કલાક સુધી અધિકારીઓ સામે ગેરવર્તન કરી ધમકી પણ આપી હતી.
ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે વિવાદ થયો છે. વોર્ડ નં-4ના કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરી અને ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ વચ્ચે પોતાના વોર્ડમાં સેનેટાઇઝ કરવા મામલે વિવાદ થયો હતો. બંને કોર્પોરેટરોએ વોર્ડ નં-4ની કચેરી માથે લીધી હતી.
વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મહાનગપાલિકા સામે ગેરવર્તન કર્યુ કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, હું તો મારા સોસાયટીઓમાં સેનેટાઇઝના કામ માટે દોઢ વાગ્યે ગયો હતો. ત્યારે ભાજપના કાઉન્સિલરે દરવાજાની વચ્ચે ગાડી મૂકેલી હતી તેમની વોર્ડ ઓફિસમાં સેનેટાઈઝના કામ માટે વોર્ડ ઓફિસર જિગ્નેશ ગોહિલ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર વિજય સોલંકી સાથે સવારે 10 વાગ્યાથી મગજમારી ચાલુ હતી.
ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે,વોર્ડ ઓફિસના અધિકારીઓ અમારી પાસે માત્ર લિસ્ટ મંગાવે છે. અમે ભાજપના 3 કાઉન્સિલર છીએ,પણ અમારા વિસ્તારમાં સેનેટાઈઝ કરવા આવતા નથી. તેઓ માત્ર વાયદાઓ કરતા હતા. અમે જે સોસાયટીઓમાં જઇએ ત્યાંથી એવુ જાણવા મળ્યુ હતુ કે, ચિરાગભાઇના કહેવાથી ગાડીઓ આવી છે.
વોર્ડના અધિકારીઓ પણ લોકોને એવો જ પ્રચાર કરે છે. મે આ અંગે મે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણને પણ રજૂઆત કરી હતી. આજે સેનેટાઈઝની ગાડી મળી જશે. જોકે પાલિકાના અધિકારીઓએ મારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું અને મને કહ્યું હતું કે,તમે તો નવરા છો અમારે તો કામ કરવાનું છે.