વડોદરામાં માત્ર 10 વર્ષમાં આવાસ ખખડયા, રહીશો જીવ હાથમાં લઈને જીવી રહ્યાં વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર આવેલા જીવણનગરમાં BSUP આવાસમાં રહેતા રહીશો ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. માત્ર 10 વર્ષથી ફાળવવામાં આવેલા આ આવાસના મકાનોમાં ક્યાંક તિરાડો, તો ક્યાંક પોલપોલ જોવા મળી રહ્યું છે. એક સ્થાનિક રહીશોએ તો પોતાના સ્વ બચાવ માટે ધાબાના સ્લેબ નીચે પતરા મારવાનો વખત આવ્યો છે. કારણ કે અગાઉ પોતાના દીકરાને છતમાંથી પોપડો ધરાશાયી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 10 વર્ષમાં આ આવાસોની સ્થિતિ કફોડી છે અને કોર્પોરેશન મેન્ટેનન્સના પૈસા સાચવીને રાખ્યા છે પણ ઉપયોગ નથી કર્યો.
10 વર્ષમાં ફાળવવામાં આવેલા મકાનો જર્જરીત કોન્ટ્રાક્ટરની મિલીભગત ખખડયા આવાસ : આ મકાનો વર્ષ 2011 બાદ ફાળવવામાં આવ્યા છે. જ્યાં જુવો ત્યાં તિરાડો અને ઉપરના માળે કોઈ ઘર બાકી નથી કે જ્યાં છતાના પોપડા ન ખર્યા હોય. આ આવસોમાં 11 જેટલા ટાવર આવેલા છે અને કુલ 352 મકાન છે. શરૂઆતમાં ઘરદીઠ 2500 રૂપિયા મેન્ટેન્સના કોર્પોરેશન એકત્રિત કરી 8 લાખથી વધુની રકમ સાચવી રાખી છે, પરંતુ કોઈ મેન્ટેન્સ કરવામાં આવ્યું નથી. હાલમાં આ મકાન જર્જરિત છે અને ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે માત્ર 10થી 12 વર્ષમાં આ આવાસોની સ્થિતિ શા માટે આવી થઈ. શું કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે કે શું? કોર્પોરેશન શા માટે આવાસ યોગ્ય મેન્ટેન કરતી નથી? આ તમામ સવાલો હાલમાં ઉભા થઇ રહ્યા છે.
ધાબાના પોપડા પડી રહ્યા છે. અહીં કઈ રીતે રહેવાનું તે સમજાતું નથી. રાત્રે ખૂબ બીક લાગે છે અને સુતા આ પડે તો મરી પણ જવાય કઈ પણ થાય કોણ જવાબદારી લે. વરસાદ આવે તો એક ખૂણામાં બેસી રેવાનું ખૂબ બીક લાગે, ઊંઘ નથી આવતી છતાં ઊંઘવું તો પડે ને. આ અંગે અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ આવતું નથી. આ છત નીચે મેણિયું બાંધી રહીએ છે. કોર્પોરેશન દ્વારા પાઠવેલી નોટીસના જવાબમાં પૈસા ભરવાની ના નથી, પરંતુ અમારું ઘર તો વ્યવસ્થિત કરી આપે પછી પૈસા ભરીયે ને તેવું જણાવ્યું હતું.- મધુબેન (સ્થાનિક)
અનેકવાર રજૂઆત છતાં કઈ સાંભળતું નથી :સાથે સ્થાનિક રહીશ લીલાબેન પવારે જણાવ્યું હતું કે, અમે ઘર માટે 7 વાર કલેકટર ઓફીસ અને અન્ય ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છે. છતાં કોઈ સાંભળતું નથી. મારા છોકરાને છતનો પોપડો પડતા નાના છોકરાને 8 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં સપોર્ટ ન હોવાથી છત નીચે પતરા લગાવી પોતાનું રક્ષણ કરી રહ્યા છે. પૈસા ભરવા અમે તૈયાર છીએ પરંતુ યોગ્ય સુવિધાઓ પહેલા મળવી જોઈએ.
10 વર્ષમાં ફાળવવામાં આવેલા મકાનો જર્જરીત આ લોકોની રજુઆત છે કે છેલ્લા 10 વર્ષથી આવાસમાં રહે છે. અહીં ઘરમાં કોઈ મેન્ટેનન્સ થયું નથી. અમને લેખિતમાં આપશે તો અમે જે કાર્યવાહી થતી હશે તે કરીશું. BSUP હેઠળ જેટલા પણ મકાન છે જેમાં 17,600 હજાર જેટલા મકાન છે તેમાંથી માત્ર 200 લોકોએ જ પૈસા ભર્યા છે. અન્યના બાકી હોવાથી નોટિસ આપી હિયરિંગ માટે બોલાવ્યા છે જેથી તેઓને તક મળે. આ સાથે કેટલાય ઘરોમાં પડેલ પોપડા સામે જવાબ આપતા જણાવ્યું હતું કે જે કોઈ ઘરમાં કે કઈ સમસ્યા છે, તે માટે સર્વે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ કાર્યવાહી કરીશું. આ ઓએનેમ જે ચાલે જે તે આધારે બનાવ્યા છે અમે વિઝીટ કરીયે બાદમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીશું. - અર્પિત સાગર (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર)
કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામે કાર્યવાહી :આ સાથે સ્થાનિક રહીશ સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા મકાન 10 વર્ષથી ફાળવવામાં આવ્યા છે. આટલો ઓછો સમય થયો હોવા છતાં આ મકાન જર્જરિત થઈ ગયા છે. આ કોન્ટ્રાક્ટર સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પગલાં લેવા જોઈએ. આ આવાસમાં 11 બ્લોક અને કુલ 353 મકાન આવેલા છે. આ તમામ મકાનની સ્થિતિ કફોડી છે. આ આવાસ બનાવનાર સામે ત્વરિત પગલાં લેવા જોઈએ અને રહીશોને યોગ્ય ન્યાય માંડવો જોઈએ.
- Cyclone Biparjoy: જામનગરમાં જર્જરીત મકાનોના 3 હજાર રહીશોને મનપા ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયા
- Surat Hospital News : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં સ્લેપના પોપડા પડવાથી મચી ભાગદોડ
- સૌરાષ્ટ્રનો સૌથી મોટો પૂલ અતિશય જર્જરીત હાલતમાં, સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના છતાં તંત્ર ઘોર નિદ્રામાં