ડભોઇ APMCનું પરિણામ જાહેર, પરિવર્તન નહી પુનરાવર્તન - મતગણતરી
વડોદરા: જિલ્લાના ડભોઇ APMCની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 95 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેને લઇ પરિણામની ઘડિયોની રાહ જોવાતી હતી જેથી શનિવારે વહેલી સવારથી જ ત્રણેય વિભાગોની મતગણતરી ચાલી રહી હતી. જેમાં આખરે ફરીવાર APMCના માજી પ્રમુખ દિલીપ પટેલ દ્વારા આ વખતે પણ સત્તા જાળવી રાખી હતી અને ત્રણેય વિભાગોના અંદર તેમના 14 ઉમેદવારોનો ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો.
Vadodara
જેને લઇ તેમના સમર્થકોમાં એક ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી અને સમર્થકો દ્વારા મોઢું મીઠું કરી તેમજ ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો હતો. વધુમાં દિલીપ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ ખેડૂતોના કેટલાક બાકી રહેલા પ્રશ્નો ચાલુ સાલે પણ તેને સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું અને જે મતદારોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેઓનો વિશ્વાસ અને આગળના દિવસોમાં સાચવી રાખીશું.