વડોદરાઃ ક્વોલિટી પ્રોડક્શન અને ઈવા પ્રોડકશન દ્વારા તૈયાર કરાયેલી પ્રથમ એવી ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ અફરાતફરી વેલેન્ટાઈન ડે એટલે કે તારીખ 14મી ફેબ્રુઆરીએ મોટા પડદે ધૂમ મચાવા જઈ રહી છે. ફિલ્મના કલાકાર સોનાલી લેલે દેસાઈ, મિત્ર ગઢવી સાહિતના કલાકારોએ વડોદરામાં એક પત્રકાર પરિષદ યોજી હતી.
ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ અફરાતફરીના કલાકરો વડોદરામાં બન્યા મહેમાન - અભિનેત્રી ખુશી શાહ
વડોદરા શહેરના નજીકના સિનેમા ઘરોમાં આગામી 14 ફેબ્રુઆરીએ રજૂ થનાર પ્રથમ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ અફરાતફરીના કલાકરો વડોદરાના મહેમાન બન્યા હતા. પત્રકારો સાથે પોતાની ફિલ્મ વિશે વાતચીત કરી હતી.

આ હોરર ફિલ્મ અફરાતફરીની અભિનેત્રી ખુશી શાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. હું મુંબઈમાં રહેતી હોવાથી ગુજરાતી પર મારુ પ્રભુત્વ ઓછું હતું. ગુજરાતી કડકડાટ બોલતાં શીખવા માટે મેં નોવેલ વાંચી હતી. આ ફિલ્મમાં મારુ નામ સોનલ છે. જે એક દબંગ છોકરી છે. જેને બંદૂક ચલાવવી ખૂબ ગમે છે. જેના આ અંદાજને કારણે ગામનાં દરેક છોકરાઓ તેના દિવાના છે. સોનલ ભૂત કેવી રીતે બને છે, અને તે સાથે થતી ધમાલને કારણે આખા ગામમાં અફરાતફરી મચી જાય છે. જે આ મુવીનો એક મુખ્ય ભાગ છે.
જયારે આ મુવીમાં અભિનેત્રીની માતાનો કિરદાર ભજવી રહેલી સોનાલી લેલે દેસાઈએ હોરર કોમેડી ફિલ્મ અફરાતફરી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ ફિલ્મમાં મારું નામ સરોજ છે. આ ફિલ્મની વાર્તા નાનકડાં ગામની છે. જ્યાં અનેક ધમાલ મસ્તી થાય છે. મે ઘણી એડ ફિલ્મો કરી છે, પણ ગુજરાતી અને તેમાં પણ હોરર સાથે કોમેડી મુવીનો આ મારો પહેલો અને રોચક અનુભવ હતો.