ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત - Vadodara Accident IN Por National Highway

વડોદરાના નેશનલ હાઈવે પર એક સાથે ચાર વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાયો છે. પોલીસને જાણ થતાં તાત્કાલીક મદદ માટે દોડી આવી હતી. આ અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત
Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત

By

Published : Feb 11, 2023, 1:44 PM IST

Updated : Feb 11, 2023, 3:50 PM IST

વડોદરાના પોર નેશનલ હાઈવે પર ચાર વાહનોના અકસ્માત

વડોદરા :વડોદરાના પોરમાં નેશનલ હાઈવે પર બનેલા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાઈવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બસના ડ્રાઈવર ઈજાગ્રસ્ત ક્લિનરનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક તેમજ પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી.

પાંચ લોકો ઈજાગ્રસ્ત

પારાવાર અકસ્માતના બનાવ : અકસ્માતનો ભોગ બનેલી બસ સર્વિસ રોડ પર બનેલી રેલિંગ તોડીને તેના પર અધવચ્ચે લટકી ગઈ હતી. આ અકસ્માતમાં તમામના જીવ બચી ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળ પર પહોંચ્યો હતો. હવે આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પારાવાર આ પ્રકારે અકસ્માત થઈ રહ્યા છે. જેથી વાહન ચાલકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

એક સાથે ચાર વાહનોમાં અકસ્માત : હાઈવે પર એક સાથે ચાર વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે આઇસર અને એક ટ્રક તેમજ એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને હાથ-પગે ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

વિચિત્ર અકસ્માત

આ પણ વાંચો :Valsad Accident: જેનો રામ રખવાલો તેનાથી યમરાજા પણ રહે દુર, કાર પર કન્ટેનર પડ્યું પણ પ્રોફેસર બચ્યા

સ્થાનિકોનું રેસ્ક્યુ : અકસ્માત બાદ લક્ઝરી બસ અને ટ્રક પોર ગામના સર્વિસ રોડની રેલીંગ તોડીને અધવચ્ચે લટકતી જોવા મળી હતી. વરણામા પોલીસ તેમજ પોર ગામના લોકોએ ભેગા મળી કલાકો સુધી રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઇજા પામનારને પોર રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોના કારણે ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Surat Accident : લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, બ્રિજ પર ફિલ્મી ઢબે અકસ્માત

ઓવર સ્પીડ જીવલેણ સાબિત થઈ શકે: અકસ્માતના સ્થળ પર પહોંચેલા લોકએ ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવર અને ક્લિનરને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી. પહેલા તો લોકો ડ્રાઈવર અને ક્લિનરની હાલત જોઈને ડઘાઈ ગયા હતા. પરંતુ તેમના શ્વાસોચ્છવાસ ચાલુ જોઈને સૌએ હાસકારો લીધો હતો. અકસ્માત બનવા પાછળનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શહેરોમાં 8 વાગ્યા પછી એન્ટ્રી ના મળતી હોવાથી હેવી વાહનોના ડ્રાઈવરો દરમિયાન વહેલી સવારે રોડ ખાલી હોવાથી ઓવર સ્પીડમાં ડ્રાઇવિંગ કરવામાં આવતું હોય છે, જેના કારણે પરોઢના સમયે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

Last Updated : Feb 11, 2023, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details