વડોદરા આચાર્ય સંઘ નવ મુદ્દાઓને લઈ કલેકટર કચેરીએ પહોચ્યું વડોદરા : રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રશ્નોના ઠરાવ બાબતે આજે વડોદરા આચાર્ય સંઘ દ્વારા પત્રમાં મુખ્યપ્રધાનને સંબોધી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. શૈક્ષણિક સત્ર શરૂ થયાને 2 મહિના થવા આવ્યા છતાં હજુ પ્રવાસી શિક્ષકોની ભરતી નથી થઈ અન્ય કામગીરીના કારણે ઓછા શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓને યોગ્ય ભણતર આપી શકતા નથી. સાથે અન્ય માંગણીઓ સાથે આજે કલેકટરને રજૂઆત કરી હતી.
ભરતીની અંગે મંડળને મંજૂરી આપવામાં આવે : વડોદરા આચાર્ય સંઘનું કહેવું છે કે, શાળામાં પૂરતો સ્ટાફ ન હોવા છતાં હાલમાં યુ ડાયસ, આધાર ડાયસ, ટાટની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી, પૂરક પરીક્ષાનું નિરીક્ષણ અને પરીક્ષણ, એકમ કસોટીની ઓનલાઇન એન્ટ્રી, શિષ્યવૃત્તિ દરખાસ્ત જેવી કામગીરી જવાબદારીઓના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. આ સાથે શૈક્ષણિક કર્મચારીઓની સો ટકા કાયમી ભરતી અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ભરતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે કરે અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, કારકુન,ગ્રંથપાલ, પટાવાળાની ભરતી સંચાલન મંડળ સત્વરે મંજૂરી આપવા માટે સાથે જ કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી સંચાલક મંડળને સત્વરે છૂટ આપવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.
આજે અમે કલેકટર કચેરીએ ગુજરાત રાજ્યની સંકલન સમિતિ દ્વારા અમારી માંગણીના નવ મુદ્દાઓ છે. આ નવ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. અમારા જે નવ મુદ્દાઓ છે, એમાં પાંચ પહેલા જે નિમણૂક થયેલા શિક્ષકો છે અને વર્ધી જે જૂની પેન્શન યોજના લાગુ થાય તેવી અમારી માંગણી છે. - અશ્વિનસિંહ ગોહિલ (પ્રમુખ, વડોદરા જિલ્લા આચાર્ય સંઘ)
પ્રવાસી શિક્ષક તાત્કાલિક મળે : પરિણામ આધારિત જે ગ્રાન્ટ છે એને પણ રદ થાય પ્રવાસી શિક્ષક કહે છે કે, તાત્કાલિક ગ્રાન્ટેડ શાળાઓને મળે જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એની માટે પ્રવાસી શિક્ષકની પણ માંગણી કરેલી છે. ઇજાફો જે આચાર્યને મળવાનો છે એ પણ તાત્કાલિક મળે એવી રીતે અમે નવ જે મુદ્દાઓ છે એ નવ મુદ્દાઓની રજૂઆત અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મહામંડલ સંકલન સમિતિ ગુજરાત રાજ્ય છે તે મહામંડળ દ્વારા જે આદેશ આપ્યો છે એ આદેશ પ્રમાણે અમે આજે આવેદનપત્ર આપ્યું છે.
- Surat News : પ્રાઇવેટને આપે છે ટક્કર, ટીવી કે ફોન જોયા નથી તેવા બાળકો ઉર્દુ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં બનાવી રહ્યા છે ભવિષ્ય
- Bihar News: 30 ફેબ્રુઆરીએ જન્મ્યું બાળક ! જમુઈ શિક્ષણ વિભાગનું ચોંકાવનારું કૃત્ય
- Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ