વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં એક મધ્યમ વર્ગની વિધવાએ વડોદરા અભયમ 181 ટીમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી કે પતિના મૃત્યુ પછી વિધિનો ખર્ચ કરવા સાસરીવાળા દબાણ કરે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખર્ચ કરી શકે તેમ નથી અને જૉ ખર્ચ ના કરે તો ઘરમાંથી નિકળી જવાનુ કહેતા આખરે અભયમની મદદ લીધી હતી. અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી પરિવારનું યોગ્ય કાઉન્સિલ કરી વિધવાને હેરાન ન કરવા બાબતે સંમતિ દાખવી સમાધાન કરાવવામાં આવ્યું હતું.
મરણોત્તર ક્રિયા ખર્ચ કરવા દબાણ આ વિશે મળતી માહિતી મુજબ ટૂંકી માંદગી બાદ પતિનું મૃત્યુ થતાં એક બાળકની માતા એવી વિધવા બનેલ મહિલાની હાલત કફોડી બની હતી. પતિ બીમાર અને વ્યસન કરતા હોય કોઈ કામધંધો કરતા ન હતાં. જેથી તેઓ બીજા ઘરકામ કરી ગુજરાન ચલાવતા હતાં. પતિના મૃત્યુ બાદ સાસરીયાં ચાદોદ વિધિ કરવા દબાણ કરતા અને મહેણાં મારતા હતાં. પતિના મૃત્યુ બાદ વિધિ પાછળ ખર્ચ કરવા જણાવતાં હતાં અને આ ખર્ચ ન કરવો હોય તો ઘરમાંથી નિકળી જવાનુ કહેતા વિધવા દ્વારા અભયમને ગુહાર કરી મદદ લીધી હતી.
આ પણ વાંચો Banaskantha Abhayam 181 Help : બનાસકાંઠા 181 અભયમની ટીમે મૈસુરની મૂકબધિર મહિલાનું પતિ સાથે પાલનપુરમાં મિલન કરાવ્યું
પરિવારની મદદ કરી સહકાર આપો અભયમ ટીમે સ્થળ પર પહોંચી સાસરીયાંના પરિવારને ભેગા કરી સમજાવવામાં આવ્યા હતાં. મૃત્યુ બાદ માન્યતા મૂજબ ઘરે રહીને પણ જો મરણોત્તર ક્રિયા કરવી હૉય તો વિધિ કરી શકાય છે. પરતું તેઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સાસરીવાળાને ચાદોદ લઇ જવા, જમાડવા અને વિધિ પાછળ ઘણો ખર્ચ થઇ શકે તેમ છે. જેમાં પરિવાર ખર્ચમાં મદદ કરે અને બેપાંચ વ્યક્તિઓ જઇને પણ વિધિ કરી શકાય છે. આર્થિક સ્થિતિ સારી હોય તો જે પણ ખર્ચ કરવો હોય તે કરી શકાય પરતું હાલમાં તેઓ બીજાના ઘર કામ કરી માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે તે સમજાવ્યું હતું.
આ પણ વાંચો International Women's Day: 181 અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નીડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો
સાસરીયાંને ભૂલ સમજાઇઆ ઉપરાંત સામાજિક અને કાયદાકીય રીતે હેરાનગતિ કરવી એ એક અપરાધ છે. સાસરીયાંની ફરજ છે કે તેઓ આવા કપરા સમયમા મદદ અને હુંફ આપી તેમનું દુઃખ ઓછું થાય તેમ કરવુ જોઇએ. આમ અભયમના માર્ગદર્શનથી સાસરીવાળાઓને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતિ નહી કરે તેની ખાતરી આપવામાં આવી હતી.