ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા : વોટર સપ્લાય કંપનીમાં કરતી મહિલાને વીજ કરંટ લાગવાથી મોત - Por village

વડોદરા નજીક પોર ગામે GIDCમાં વોટર સપ્લાય કરતી કંપનીમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું હતું. જેને લઈ મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહનો સ્વિકાર કરવાનો ઈન્કાર કરતા પોલીસને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

માહી બેવરેજીસ
માહી બેવરેજીસ

By

Published : Oct 7, 2020, 7:27 PM IST

વડોદરા : શહેર નજીકની પોર ગામની GIDCમાં આવેલી માહી બેવરેજીસ કંપનીમાં પાણીના જગ ધોવાનું કામ કરતી મહિલાને વીજ કરંટ લાગતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો કંપની ખાતે દોડી આવ્યો હતો.

વીજ કરંટ લાગવાથી વોટર સપ્લાય કંપનીમાં કરતી મહિલાનું મોત

વડોદરા નજીકના પોર ગામે મુકેશભાઈ રાઠવા રહે છે. જેમના પત્ની રાધાબેન રાઠવા મંગળવારે રાત્રે પોર GIDC આવેલી બેવરેજીસ કંપનીનો વોટર સપ્લાય કોન્ટ્રાક્ટ ધરાવતી માહી બેવરેજીસ કંપનીમાં પાણીના જગ ધોવાનું કામ કરતા હતા. રાધાબેન પાણીના જગ ધોઈ રહ્યા હતા, ત્યારે એકાએક વીજ કરંટ લાગતા રાધાબેન ઢળી પડ્યા હતાં. જે કારણે કંપનીમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી રાધાબેનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહનો સ્વિકાર કરવાનો ઈન્કાર કરતા પોલીસને મધ્યસ્થી કરવાની ફરજ પડી

હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે રાધાબેનને મૃત જાહેર કર્યા હતા. રાધાબેનના સ્વજનોએ મોત માટે કંપનીને અને કંપનીમાં કર્મચારીઓ માટેના સેફ્ટીના સાધન નહીં હોવાને કારણે મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા. રોષે ભરાયેલા રાધાબેનના સ્વજનોએ કંપનીના જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, મૃતદેહ નહીં સ્વિકારવાની જીદે ચડેલા મૃતકના સ્વજનોને પોલીસે સમજાવતા સ્વજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વીજ કરંટ લાગવાથી વોટર સપ્લાય કંપનીમાં કરતી મહિલાનું મોત

વડોદરાઃ મકરપુરા GIDCમાં આવેલી સોલાર કંપનીના કર્મચારીનું વીજ કરંટ લાગવાથી મોત

વડોદરાઃ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખેડકર ફળીયામાં રહેતો 28 વર્ષીય વિશાલ પ્રજાપતિ GIDCમાં આવેલી સોલાર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. મોડી સાંજે વિશાલ કંપનીના ગેટની બહાર કૂતરાઓને રોટલી નાખવા માટે ગયો હતો. જે દરમિયાન કંપનીના ગેટ પાસે આવેલા વીજ કરંટ લાગતા કંપનીના સુપરવાઇઝરે સાથી કર્મચારીઓએ ખાનગી વાહનમાં તેને સયાજી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

ABOUT THE AUTHOR

...view details