ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા : બોગસ દસ્તાવેજોને આધારે મા વાત્સલય કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીઓએ કરેલી તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 7 એજન્ટએ 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં 7 એજન્ટ્સ સામે ગુનો નોંધાવ્યો છે. જેમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 4 આરોપીઓને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Maa Vatsalya card
Maa Vatsalya card

By

Published : Dec 20, 2020, 6:59 PM IST

  • બોગસ દસ્તાવેજોને આધારે મા વાત્સલય કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
  • 7 એજન્ટ્સે 35 બોગસ આવકના દાખલા બનાવ્યા
  • ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીઓએ કરેલી તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 7 એજન્ટ દ્વારા 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. જે કારણે 3 એજન્ટ્સની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 આરોપીઓને ભાગેડુ જાહેર કરી તેમની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

બોગસ દસ્તાવેજોને આધારે મા વાત્સલય કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

એજન્ટ્સ દ્વારા કાર્ડ કઢાવી આપવા 2000થી 2500 રૂપિયા લેતા હતા

સરકાર દ્વારા ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રૂપિયા 4 લાખની આવક મર્યાદામાં મા અમૃતમ કાર્ડ તથા રૂપિયા પાંચ લાખની મર્યાદામાં મા વાત્સલ્ય યોજના કાર્ડ આપવામાં આવતા હતા.આ યોજનાના કારણે ચકાસણી દરમિયાન આજવા રોડ સુદામા પુરી હેલ્થ સેન્ટર નીતા પાસમાં 35 કાટના દસ્તાવેજોમાં આવકના દાખલા ખોટા અને શંકાસ્પદ જણાતા હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીએ ફરિયાદ નોંધાવી

આ અંગે DCB પોલીસ સ્ટેશનમાં સુદામાપુરી અર્બન સેન્ટરના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ અંગે DCBએ તપાસ હાથ ધરીને બોગસ કાર્ડ બનાવવાના ગુનામાં સામેલ નરેશ જગજીવનરામ તેમજ મનોજ કંચનલાલ સોની અને જીતેન્દ્ર ડાહ્યાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સામેલ એજન્ટ્સ પૈકી કેટલાક એજન્ટ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તે ઝડપાયા બાદ વધુ વિગતો બહાર આવશે. ખોટા બોગસ દસ્તાવેજ બનાવવા માટે એજન્ટ દ્વારા કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને આ ગુનામાં કોઈ સરકારી કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ? તેની પણ વિગતો સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details