વડોદરા: સમગ્ર દેશ આજે કોરોના મહામારી સામે લડી રહયો છે.ત્યારે આરોગ્ય તંત્રની કામગીરી પણ બિરદાવા લાયક છે. જીવના જોખમે કામ કરતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ તેમજ પેરામેડિકલ સ્ટાફ નર્સોને કોરોના સામે લડત આપવા પીપીઇ કીટની ખૂબ આવશ્યક્તા સર્જાઈ રહી છે.
વડોદરામાં આરોગ્ય વિભાગને તબીબી સામગ્રી દવાનો જથ્થોનું અનુદાન મળ્યું
વડોદરામાં ડભોઇ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગને પી.પી.ઈ.કીટ અને થર્મલ ગન સાથે દવાનો જથ્થો એનાયત કરવામાં આવ્યો હતો.
વડોદરા : આરોગ્ય વિભાગને પી.પી.ઈ.કીટ અને થર્મલ ગન સાથે દવાનો જથ્થો અનુદાન કરવામાં આવ્યો .
ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ડભોઈના કેમીસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોશીએશનના નિતિનભાઈ, નીરજભાઈ શાહ , ફઇમભાઈ, વસંતભાઈ, જિગ્નેશભાઈ, હિતેશભાઈ સહિત ડભોઇમાં કાર્યરત દવાઓની દુકાનોના માલિકો દ્વારા આરોગ્ય તંત્રને સહાયરૂપ થવા હેતુ ખાસ 21 જેટલી પીપીઇ કિટ, 2 થર્મલ ગન, તેમજ 1500 માણસોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા જેટલી મેડિસીનનું દાન કર્યુ હતું.