ગુજરાત

gujarat

ETV Bharat / state

છોરૂ કછોરૂ થાય...વૃદ્ધ માતા માટે દિકરાનું અમાનુષી વર્તન... - Vadodara news

કોરોના વાઈરસની મહામારીમાં સરકારી, અર્ધસરકારી તંત્ર, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી લોકો કફોડી સ્થિતીમાં મુકાયેલા લોકોની નિશ્વાર્થ મદદ કરી રહ્યાં છે, ત્યારે વડોદરામાં દિકરાએ જ તેની માતા ઉપર અમાનુષી વર્તન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

etv bharat
વડોદરા: દીકરાએ માતા પર અત્યાચાર ગુજારતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

By

Published : May 27, 2020, 12:24 AM IST

વડોદરા: વાડી ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ પાસે 65 વર્ષીય રાધાબેન તેમના દીકરા ચેતન સાથે રહે છે. રાધાબેન મંગળવારે સવારે રડતા..રડતા.. કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને મળીને પોતાના દીકરા સામે ફરિયાદ કરી હતી. રાધાબેને કલેક્ટરને રજૂઆત કરી હતી કે, મારો દીકરો ચેતન મને મારે છે. ઘરમાં જમવાનું આપતો નથી. મારી મદદ કરો.

વૃદ્ધ રાધાબહેનની રજૂઆત સાંભળીને કલેક્ટરે 181 અભયમ ટીમને બોલાવી હતી અને રાધાબહેનને અભયમ ટીમ સાથે તેમના ઘરે પરત મોકલ્યા હતા. રાધાબહેને પુત્ર ચેતન મારતો હોવાનો અને જમવાનું આપતો ન હોવાનો આક્ષેપ કરતા હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને રાધાબહેન પ્રત્યે લાગણી બતાવી હતી.

વડોદરા: દીકરાએ માતા પર અત્યાચાર ગુજારતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
વડોદરા: દીકરાએ માતા પર અત્યાચાર ગુજારતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

કેટલાક લોકોએ રાધાબહેનને ચા-નાસ્તો તેમજ જમવા માટેનું પૂછ્યું હતું. જોકે, રાધાબહેને માત્ર પુત્ર ચેતન સારી રાખે તેવી વ્યવસ્થા કરી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીકરા દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારથી છૂટકારો મેળવવા માટે કલેક્ટર કચેરીમાં આવી પહોંચેલા રાધાબહેન ચર્ચાનો વિષય બન્યા હતા. 181 અભયમ ટીમે સમગ્ર મામલો પોતાના હાથમાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા: દીકરાએ માતા પર અત્યાચાર ગુજારતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details