ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પરપ્રાંતીઓને વતન મોકલવા માટે કોંગ્રેસે 3000ની નોંધણી કરાઇ - કોરોના વાઇરસ અપડેટ

વડોદરામાં પરપ્રાંતીઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી 3000 લોકોની નોંધણી માંથી લગભગ 350 જેટલાં શ્રમિકોને તેમના વતન અલીગઢ જવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળતાં શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા શ્રમિકોને 500 રૂપિયા ભાડું આપવામાં આવ્યું હતું.

etv bharat
વડોદરા: પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા 3000 લોકોની નોંધણી કરાઇ

By

Published : May 12, 2020, 12:46 AM IST

વડોદરા: લોકડાઉનમાં અટવાઈ ગયેલા શ્રમિકોને તેમના વતન મોકલવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જોકે, કેટલાક લોકોને ઓન લાઈન પ્રક્રિયા કરતાં ના આવડતી હોવાથી તો કેટલાક લોકો પાસે વતન જવા માટે નાણાં ન હોવાથી અટવાયા હતા. તેવામાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા માટે સુવિધા તેમજ ભાડું પણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

વડોદરા: પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા 3000 લોકોની નોંધણી કરાઇ
વડોદરા: પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા 3000 લોકોની નોંધણી કરાઇ

જેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 3000 જેટલા વતન જવા માંગતા શ્રમિકોની નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 350 જેટલા શ્રમિકોને પોતાના વતન અલીગઢ ખાતે જવાની મંજૂરી મળતાં સોમવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આ તમામ શ્રમિકોને બોલાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સિલર અનિલભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ દ્વારા 500 રૂપિયા ભાડું આપવામાં આવ્યું હતું.

વડોદરા: પરપ્રાંતિઓને વતન મોકલવા માટે કોંગ્રેસ દ્વારા 3000 લોકોની નોંધણી કરાઇ

વળી કેટલાક શ્રમિકોએ તો અમારી પાસે ભાડું છે તમે જેને જરૂર છે તેને આપવાનું કહેતા તેઓની ઈમાનદારી જોઈ કોંગ્રેસના અગ્રણીઓ પણ હેબતાઈ ગયા હતા અને આ સેવા ચાલુ રહેશે તેમ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવી તમામ શ્રમિકોને અલીગઢ તેમના વતન જવા માટે રવાના કર્યા હતા.

બાઈટ : પ્રશાંત પટેલ પ્રમુખ,શહેર કોંગ્રેસ સમિતિ વડોદરા

બાઈટ- પરપ્રાંતી

ABOUT THE AUTHOR

...view details