100મી મન કી બાતનો કાર્યક્રમને લઈને મેરેથોન બેઠકનું આયોજન વડોદરા : આગામી 30 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી મન કી બાતનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જેને પગલે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડોદરા મહાનગર મેયર, સ્થાયી અધ્યક્ષ, શિક્ષણ સમિતિ ચેરમેન, તમામ કાઉન્સિલરો, મહામંત્રી સહિત વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહની ઉપસ્થિતિ રહી હતી. શહેરમાં વધુમાં વધુ મન કી બાત કાર્યક્રમના વિવિધ આયોજન થાય તે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ થયેલા 99 મન કી બાત એપિસોડની પ્રદર્શનની ગત 21 અને 22 એપ્રિલના રોજ શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે યોજાઇ હતી.
મનકી બાત કાર્યક્રમ અંતર્ગત બેઠક :આ અંગે પ્રતિક્રિયા આપતા મેયર નિલેષ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની 100મી મન કી બાત કાર્યક્રમને લઈ તમામ કાઉન્સિલર સાથે બેઠક મળી હતી. આ કાર્યક્રમમાં કઈ કઇ વ્યવસ્થાઓ કરવી, ક્યાં કરવી તેના આયોજનને લઈ વિચારણા કરવામા આવી હતી. આ બેઠકમાં તમામ કાઉન્સિલરો, ભાજપ શહેર અધ્યક્ષ ડી.વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે મહામંત્રી સુનિલ સોલંકીની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠક માત્ર મન કી બાત કાર્યક્રમને લઇ યોજાઈ હતી ના કોઈ સંકલનની બેઠક હતી. આ આયોજનો ખૂબ મોટા છે અને અમારી ચૂંટાયેલી પાંખ કઈ રીતે આગળ વધે અને કઈ રીતે કાર્યક્રમમાં આયોજન થઈ શકે તે માટે બેઠક યોજાઇ હતી.
આ પણ વાંચો :Gandhinagar News : હજારો લોકો સાંભળશે પીએમ મોદીની મન કી બાતનો 100મો એપિસોડ, ભાજપમાં આનંદ ભયો
કોઈ કચાશ ન રહે તેવું આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડીઓના માધ્યમથી 99 એપિસોડ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કરવામાં આવેલી એક એક વાત શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે યોજાયેલ પ્રદર્શનીમાં મુકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ તમામ મન કી બાતના પોસ્ટર દ્વારા સાંસદ રંજન ભટ્ટ અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં નાગરિકો, કાઉન્સિલરો, સહિત બાળકોએ લીધો હતી. આગામી 30 એપ્રિલના રોજ યોજાનાર મનકી બાત કાર્યક્રમ અંતર્ગત શહેરમાં સંઘઠન દ્વારા કોઈ કચાસ ન રહે તે પ્રકારના આયોજનની તૈયારી થઈ રહી છે.
આ પણ વાંચો :Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે
કર્ફ્યુ જેવો માહોલ સર્જાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત શહેર સંગઠન દ્વારા હાલમાં મેરેથોન બેઠક થકી શહેર અધ્યક્ષથી લઈ કાઉન્સિલરો સહિત નાનામાં નાનો કાર્યકર આ કાર્યક્રમને લઈ સફળ બનાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. વડોદરા શહેર અધ્યક્ષ સાથે વાત કરતા શહેરની ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ સ્કૂલો, જેલ સહિત અન્ય જાહેર જગ્યાઓ પર ભવ્ય આયોજન થઈ રહ્યું જે તેવું જણાવ્યું હતું. આ સાથે ગત 21 એપ્રિલે 99 મનકી બાત પ્રદર્શની કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે, આ વડાપ્રધાનની 100મી મન કી બાત કાર્યક્રમના દિવસે વડોદરામાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાય તેવી આશા રાખું છું. આ ટકોર સાથે વડોદરા મહાનગરની ટીમ સાથે સંગઠન વડાપ્રધાનના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.