51 દિવસ સુધી દીકરી ઘરે પરત ન આવતા પિતાની ધીરજ ખૂટી વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. બે જોડિયા બહેનો છેલ્લા 51 દિવસથી ગુમ છે. તેની કોઈ રીતે ભાળ ન મળતા પરિવારજમાં જંગલ જેવી શાંતિ છે. દરરોજ પરિવારજનો ચિંતામાં દિવસ પસાર કરે છે. પિતાએ પોતાની બંને દીકરીઓ ગુમ થયા હોવાની અરજી 17/02/23 ના રોજ સયાજીગંજ પોલીસ મથકમાં આપી હતી. પરંતુ, સંતોષકારક જવાબ ન મળતા આખરે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. એ પછી તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જોકે, આ બધા વચ્ચે હરણીની ગુમ ટ્વીન્સ બહેનોના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
CCTV ફૂટેજ : વડોદરા પોલીસ દ્વારા MSUથી લઈ હરણી સુધીના માર્ગના સંખ્યાબંધ CCTV ફૂટેજ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વડોદરાની એક દુકાનમાં આ બહેનો અવર જવર કરતી જોવા મળી રહી છે. બે વખત દુકાનની અંદર બહાર જતા જોવા મળી રહી છે.
મુખ્યપ્રધાનને પત્રઃઆ મામલે બંને ટ્વીન્સ દીકરીઓની ભાળ ન મળતા આખરે પિતાએ રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને લેખિતમાં રજુઆત કરી છે. પોતાની બંને દીકરીઓને પરત મેળવવા માટે પિતા આજીજી કરી રહ્યા છે. વડોદરાની મોટનાથ રેસીડેન્સીમાં રહેતી બન્ને બહેનો સારિકા અને શીતલ 51 દિવસથી લાપતા થતા પરિવાર મૌન બની ગયો છે. આ બન્ને બહેનો સારિકા એમ.એસ.યુનિ.ના એમ.એના પહેલા વર્ષમાં અને શીતલ SNDT કોલેજમાં BAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. બન્ને બહેનો તારીખ 17 ફેબ્રુઆરીએ કોલેજ અભ્યાસ અર્થે ગઈ હતી અને ત્યારબાદ પરત ન ફરતા પિતા ચીમન વણકરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવાની અરજી આપી હતી.
કોઈ વ્યક્તિને બંને બહેનો વિશેની માહિતી હોય તો જાણ કરવા અપીલો આ પણ વાંચો Vadodara Crime : 12 કરોડની લોન સામે 20 લાખ ગુમાવ્યા, અસલી પોલીસ ત્રાટકતા 10માંથી 6 ઝડપાયા
લેખિતમાં રજૂઆતઃ પરિવારે 6 એપ્રિલે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને બંને દીકરીઓને શોધી આપવા લેખિતમાં રજૂઆત કરી છે. હાલમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે બંને બહેનોના વોટ્સ એપ ડેટા મેળવવા કાર્યવાહી કરી હતી. બંને બહેનો 51 દિવસથી ગુમ રહેતા પરિવારની સ્થિતિ કફોળી બની છે. દીકરીઓના પિતા વારંવાર આજીજી કરી રહ્યા છે કે સત્વરે બંને દીકરીઓ મને મળી જાય. તો શાંતિ મળે. આખરે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પિતા ચીમનભાઈએ જણાવ્યું હતું કે, મારી બંને દીકરીઓ જોડિયા છે. મોટી દીકરી એમ એ માં અભ્યાસ કરે છે. પોલીસે જે વિસ્તારમાંથી ગુમ થઈ હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનું કહ્યું હતું. સયાજીગંજ પોલીસ મથકમાં આ ગુમ થયા હોવાની અરજી આપી હતી. આ ફરિયાદ 25 દિવસ સુધી કોઈ સંતોષ કારક જવાબ ન મળતા આખરે પોલીસ કમિશ્નર ને રજુઆત કરી છે.
આ પણ વાંચો Vadodara Crime News : વડોદરા પથ્થર મારની ઘટનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 5 આરોપીઓના થયા રિમાન્ડ મંજૂર
કેસ ક્રાઈમ બ્રાંચ પાસેઃઆ કેસ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. હજુ પણ 51 દિવસ વીતવા છતાં હજુ કોઈ આતો પત્તો નથી. આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ રજુઆત કરી છે. જોકે, અચાનક પરિવારની બે દીકરીઓ એક સાથે ગાયબ થઈ જતા મામલો ગંભીર બની રહ્યો છે. પરિવારજનો ચિંતામાં પોતાના દિવસો પસાર કરે છે. દરરોજ એક આશા સાથે ઊઠે છે કે, દીકરીની ભાળ મળી જાય અને પોલીસ તરફથી કોઈ સારા વાવડનો કોલ આવી જાય. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિને બંને બહેનો વિશેની માહિતી હોય તેઓએ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.