ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય - રંગબેરંગી પતંગ બનાવતા 10 મિનિટનો સમય લાગે

વડોદરામાં પતંગ (uttarayan 2023) બનાવવાની કામગીરી પૂરજોશમાં (Kite making in Vadodara) ચાલી રહી છે. કાગળ, ગુંદર અને વાંસના ભાવમાં વધારો થતા પતંગના ભાવમાં સામાન્ય વધારો થયો (increase in kite prices) છે. આકાશમાં ઊડતી રંગબેરંગી પતંગ બનાવતા 10 મિનિટનો સમય લાગે છે.

Kite making in Vadodara
Kite making in Vadodara

By

Published : Jan 1, 2023, 12:43 PM IST

જાણો કેવી રીતે બને છે પતંગ?

વડોદરા: હાલ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો (uttarayan 2023) છે. શહેરના કારીગરો પતંગ બનાવી રહ્યા છે અને ઘણી જગ્યાએ પતંગને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કૈલાશબેન અને એમનો પરિવાર છેલ્લા 20થી વધુ વર્ષથી પતંગનો વ્યવસાય કરી રહ્યા (Kite making in Vadodara) છે. તેમનો આખો પરિવાર પતંગ બનાવવા બેસી જતો હોય (increase in kite prices) છે.

આ પણ વાંચોNEW YEAR 2023 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદીએ આપી શુભકામનાઓ

પતંગના ભાવમાં સામાન્ય વધારો: પતંગ બનાવવા માટે ત્રિવેણી કાગળ અને કમાન માટે વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે પતંગના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો (increase in kite prices) છે. કારણ કે કાગળ, ગુંદર અને વાંસના ભાવોમાં વધારો નોંધાયો છે જેથી આ વર્ષે પતંગના ભાવો થોડા વધારે રહેશે. 80થી 100 રૂપિયે કોડીનો ભાવ રહેશે અને મોટા પંતગનો ભાવ 250 થી 300 રૂપિયે પંજો રહેશે.પરંતુ કારીગરોનોના કહેવા પ્રમાણે શહેરીજનો ખૂબ જ ઉત્સાહભેર આ વર્ષે પતંગ ખરીદશે અને ઉડાવશે પણ (increase in kite prices) ખરા.

આ પણ વાંચોભીમા કોરેગાંવ યુદ્ધની 205મી વર્ષગાંઠ, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

એક પતંગ બનાવતા 10 મિનિટ લાગે:એક પતંગ બનતા 10 મિનિટે જેટલો સમય લાગતો હોય છે. કારણ કે, એક પતંગને પાંચ વખત હાથમાં લેવી પડે છે અને એના પર કામ કરવું પડતું હોય છે. કારીગરો સવારના ઊઠે ત્યારથી બેસી જતા હોય છે અને રાતના મોડે સુધી પતંગ જ બનાવવાનું કામ કરી રહ્યા છે. કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પતંગો બનતી જોઈને બજારોમાં પણ રોનક ફેલાઈ ગઈ છે

અમારી ઉતરાયણ માટે ફૂલ તૈયારી ચાલે છે. રાત દિવસના ઉજાગરા ચાલે છે. રાત દિવસ મહેનત કરીએ છે. લોકોને ખુશ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પતંગના વ્યવસાયમાં અમને 20 વર્ષ પુરા થયા છે. અમારા પિતા 50 વર્ષના હતા ત્યારથી પતંગના ધંધા સાથે સંકળાયેલા છે. અત્યારે બજારમાં પતંગના 100-80-90 ભાવ ચાલે છે. કારણ કે કાગળનું મટીરીયલ અત્યારે 1250 રૂપિયાનું છે. કામળીના 580 રૂપિયા છે અને ગુંદરનો ભાવ 300 રૂપિયા છે. દર વખત કરતા આ વખતરે પતંગના ભાવમાં થોડો વધારો થયો છે. એક પતંગ બનાવતા 10 મિનિટ જેટલો સમય લાગે છે. એક મહિનામાં અમે 22 હજાર જેટલી પતંગ બનાવીએ છીએ. પતંગમાં નાના ચાપડ-મોટા ચાપડ, નાની તુક્કલ -પ્લાસ્ટિકની પતંગ એમ ઓછામાં ઓછી પાંચ જાતની પતંગ બનાવીએ છીએ. અમારી બનાવેલી પતંગ બોમ્બે અને દિલ્હી સુધી પહોંચી હતી. કૈલાશ બહેન પતંગ બનાવનાર

ABOUT THE AUTHOR

...view details