વડોદરા :વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 15થી 20 જાન્યુઆરી દરમિયાન સીઝન ઓપનર UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 1800થી પણ વધુ રજીસ્ટ્રેશન થયા છે. તેમજ આ ટુર્નામેન્ટ અલ્ટીમેટ ટેબલ ટેનિસ દ્વારા સ્પોન્સરશીપ લેવામાં આવી છે.
નામાંકિત ખેલાડીઓ ભાગ લેશેઆ ટુર્નામેન્ટમાં દેશ અને રાજ્યના નામાંકિત ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટમાં ભારતના નંબર 4 અને વડોદરાના માનુષ શાહ સાથે ગુજરાતના બે પ્રખ્યાત ગુજરાત પેડલર્સ CWG મેડલ વિજેતા અને ભારતના નંબર 3 હરમીત દેસાઈ અને ભારતના નંબર 5 માનવ ઠક્કર આ ત્રણ ખેલાડીઓ પર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નિહાળવા આવેલ પેક્ષકોની નજર રહેશે. સાથે બર્મિંગહામ ગેમ્સ વિજેતા તેલંગાણા રાજ્યની શ્રીજા અકુલા, મહિલા સિંગલ્સમાં વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન અને ભારતની નંબર 1 મહારાષ્ટ્રની સનિલ શેટ્ટી પણ જોવા મળશે.
કઇ કઈ ઇવેન્ટ યોજાશેસમગ્રઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા મહાનગરપાલિકા સાથે VSPF દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં કુલ 9 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરાઈ છે. આ ચેમ્પિયનશીપમાં કુલ 13 ઇવેન્ટ્સ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં મેન્સ અને વિમેન્સ સિંગલ, અંડર 11,13,15,17,19, બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ અને મિક્સ ડબલ યોજાશે. ઇવેન્ટને સફળ બનાવવા માટે 60 જેટલા ટેક્નિકલ અધિકારીઓ પણ તેમાં જોડાશે અને ઇવેન્ટને સફળ બનાવશે.