વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ 108 એમ્બ્યુલન્સમાં એક અસ્થિર મગજની મહિલાને સારવાર અર્થે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને અગમ્ય કારણોસર ઇમરજન્સી વિભાગના ચોથા માળેથી ભૂસકો માર્યો હતો.
સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ચોથા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ
વડોદરાઃ સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં અસ્થિર મગજની મહિલાએ કુદકો મારતા દોડધામ મચી ગઇ હતી.
સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના ચોથા માળેથી મહિલાએ કુદકો માર્યો
નીચે પતરાના શેડ પર ધડાકાભેર પટકાતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા અને મહિલાને સારવાર અર્થે ખસેડી હતી જો કે, સદભાગ્યે મહિલાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.