- હરણમાળ ગામમાં અસ્થિર મગજની યુવતી કૂવામાં ખાબકી
- ગ્રામજનોના ટોળેટોળાં ઉમટ્યા
- ફાયર વિભાગ ઘટનાસ્થળ પર
- ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી
- પરિવાર તેમજ ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
વડોદરા: હરણમાળ ગામે અવાવરૂ કૂવામાં યુવતી પડતા ચકચાર મચી હતી. 20 વર્ષીય યુવતીને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. અસ્થિર મગજની યુવતી પડી જતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર વિભાગ દ્વારા સહીસલામત બહાર કાઢવામાં આવતા રાહત અનુભવી હતી.
હરણમાળમાં અસ્થિર મગજની યુવતી કૂવામાં ખાબકતા ચકચાર બે કલાકની ભારે જહેમત બાદ યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું
હરણમાળ ગામમાં અસ્થિર મગજની 20 વર્ષની યુવતી કૂવામાં પડતા ચકચાર મચી હતી. મોડી રાત સુધી પોતાના ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવતી કૂવામાં પડી હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં ઘટના અંગેની જાણ પાદરા ઈન્ચાર્જ મામલતદારને કરવામાં આવી હતી. તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ યુવતીને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.