વડોદરા : શહેર તેમજ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે સાવલી તાલુકાના વસંતપુરા ગામ તેમજ આસપાસના ગામોમાં શિયાળુ પાક જેવા કે કપાસ, તુવેર, દિવેલા,ધઉ, મગ તેમજ લીલા શાકભાજી ધાણા ટામેટા, મરચાની ખેતીમાં કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા મહામૂલા પાકને વ્યાપક નુકસાન જવાની હાલ ભીતી જોવા મળી રહી છે. જેને લઈને જગતનો તાત કહેવતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહીના પગલે આજે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
જગતના તાતને નુકસાનની ભીતિ :સાવલી તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો હોય જેના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં પણ માવઠાની ભારે અસર જોવા મળી છે. કમોસમી વરસાદના કારણે પવન તેમજ ગાજવીજ સાથે વરસેલા વરસાદ એ જગતનો તાત કહેવાતાં ખેડૂતના શિયાળુ પાકની ખેતીને વ્યાપક નુકસાન થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સાવલી તાલુકાના વસંતપુરા, પંથકના અનેક ગામોમાં આવેલ ખેતરોમાં શિયાળુ પાક ઘઉં, કપાસ, દિવેલા, મગની ખેતીમાં થશે તેવી શક્યતા છે. અનેક ગામોના ખેતરોમાં શિયાળુ પાકની ખેતીમાં મુખ્ય કપાસ, દિવેલા ઘઉનું વાવેતર કરાય છે.
આ પણ વાંચો :અમરેલી ખેતીવાડી અધિકારીની હવામાન પલટા બાદ ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે માહિતી