- વડોદરા ટીમ રિવ્યૂલેશન દ્વારા અનોખો વિરોધ
- ટીમ રિવ્યૂલેશન દ્વારા ત્રણ હાજર દૂધની થેલીનું વિતરણ કર્યું
- બહુત-હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર લગાવ્યા નારા
વડોદરાઃ શહેર ટીમ રિવોલ્યુશન દ્વારા વડાપ્રધાન, મુખ્યપ્રધાન, ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે સેલ્ફી લઇને આવનારા વ્યક્તિઓને 2થી લઈને 10 થેલી દૂધની અપાઇ હતી. જે વ્યક્તિ બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર નારોલગાવે તેને 1 દૂધની થેલી આપવામાં આવ્યું હતું. સૌથી વધુ અમુલ ગોલ્ડ જેના પર લિટરે 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની 3 હજાર દૂધની થેલી મંગાવવામાં આવી અને મફતમાં વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો અથવા તો સત્તા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે તો તેના માટે બાઉન્સર અને પોલીસ બંદોબસ્ત માટે પણ પરવાનગી લેવામાં આવી હતી.
વડોદરા ટીમ રિવ્યુલેસન દ્વારા અનોખો વિરોધ, દૂધની 3 હજાર થલી ફ્રમાં આપાઇ આ પણ વાંચોઃસુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડીની સફાઇને લઇ અનોખો વિરોધ
બહુત-હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેનો ફોટો લઇને આવનારા વ્યક્તિને 10 થેલી, દૂધ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) સાથેનો ફોટો લઇને આવનારને 5 થેલી દૂધ, ધારાસભ્ય સાથેના ફોટો લઇને આવનારને 3 થેલી અને કોર્પોરેટર સાથેનો ફોટો લઇને આવનારને 2 થેલી, વિનામુલ્યે આપવામાં આવી હતી. બહુત-હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર બોલ્યા તેઓને દૂધની 1 થેલી વિનામુલ્ય આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ
ટીમ રિવોલ્યુશને અનોખો વિરોધ
સોમવારના રોજ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ટીમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી (Free) પેટ્રોલ આપ્યું હતું. 300 કૂપન વહેંચાઈ ગયા બાદ રોકડા 1 હજાર આપીને લોકોને પેટ્રોલ અપાયું હતું.