વડોદરારાજ્યમાં 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટેના બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે રાજકીય પક્ષો આ તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તેવામાં કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા પ્રચાર માટે ડભોઈ (Parshottam Rupala Public Meeting in Dabhoi) પહોંચ્યા હતા. અહીં તેમણે ડભોઈ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાના (Shailesh Mehta BJP Candidate for Dabhoi) સમર્થનમાં જાહેરસભા ગજવી હતી.
આગવી છટાથી વિપક્ષને આડે હાથ લીધોમોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala Public Meeting in Dabhoi) વિપક્ષને આડે હાથ લીધા હતા. કૉંગ્રેસના શાસનનાં સમયમાં ગુજરાતને થયેલા અન્યાયની વાતોને મતદારો સમક્ષ તેમને રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે કૉંગ્રેસની સરકાર હતી. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને પરિપૂર્ણ થતી અટકાવવા માટે કૉંગ્રેસે અસંખ્ય રોડા નાખ્યા હતા. પરંતુ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર આવવાથી નર્મદા યોજનાની ઊંચાઈ વધારી શકાઈ હતી. તેમ જ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ગામેગામ નર્મદાજીનાં પાણી પહોંચ્યા હતા અને ગુજરાતનો વિકાસ તેજ ગતિએ આગળ વધ્યા.
આગવી છટાથી વિપક્ષને આડે હાથ લીધો કૉંગ્રેસનાં મેધા પાટકર સાથેના સંબંધોનો ઉલ્લેખકેન્દ્રિય પ્રધાને કૉંગ્રેસ અને મેધા પાટકર (medha patkar narmada bachao andolan) સાથેના સંબંધો વિશે કટાક્ષ કર્યો હતો. તેમ જ આ સંબંધો પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કૉંગ્રેસના એક નેતા ભારત જોડો યાત્રાએ (Bharat Jodo Yatra Congress) નીકળ્યા છે. ગુજરાતને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ આ નેતાની સાથે ગુજરાતને બદનામ કરનાર મેધા પાટકરની તેમની સાથેની હાજરીથી જોરદાર વાંધો છે. આ ચૂંટણીમાં (Gujarat Election 2022) ગુજરાતને બદનામ કરનાર તત્વોને જોરદાર જવાબ આપવા તેમણે હાકલ કરી હતી. મેધા પાટકરે (medha patkar narmada bachao andolan) ગુજરાતને બદનામ કર્યુ હતું. તેથી જ વર્લ્ડ બેન્ક આ પ્રોજેક્ટમાંથી નીકળી ગઈ હતી અને ગુજરાતને મોટું આર્થિક નુકસાન થયું હતું.
કૉંગ્રેસ અસ્તિત્વ ટકાવવા માટે જ આ ચૂંટણીમાંતેમણે ઉમેર્યું હતું કે, આ ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપની જ સરકાર જંગી બહુમતીથી બનવાની છે. કૉંગ્રેસ તો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જ આ ચૂંટણી લડી રહી છે. કૉંગ્રેસે ગુજરાતના વિકાસમાં અસંખ્ય રોડાં નાખ્યા હતાં. તેથી જ તેમની ગુજરાતમાં તેમની સરકાર કયારેય આવવાની નથી.
કમળને વિજયી બનાવવા અપીલકેન્દ્રિય પ્રધાને જંગી જનમેદનીને (Parshottam Rupala Public Meeting in Dabhoi) અનુરોધ કર્યો હતો કે, ડભોઈ વિધાનસભા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાને જંગી બહુમતીથી જીતાડવા જોઈએ અને અહીંયાથી કમળને વિજયી બનાવી ગાંધીનગર મોકલવું જોઈએ. આવનારી સરકારમાં શૈલેષ મહેતા (Shailesh Mehta BJP Candidate for Dabhoi) જેવા સ્પષ્ટ વક્તા અને કર્મઠ ધારાસભ્ય હશે. તો ડભોઈનો સર્વાંગી વિકાસ ચોક્કસ થશે જ અને તેનો લાભ ડભોઇની જનતાને મોટાપાયે મળશે. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ પણ જનમેદનીને સંબોધન કર્યું હતું અને પોતાનાં વિરોધીઓને પોતાનાં આગવા અંદાજમાં જોરદાર રીતે ઝાટક્યાં હતાં.