વડોદરા : ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીનાં કિનારાના કાંઠે આવેલા ગામોનાં (Unauthorized mining in Dabhoi) પટમાંથી ભૂમાફિયાઓ દ્વારા બિનઅધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી બેફામ રીતે ચાલી રહી હોવાની ફરિયાદો સ્થાનિક કક્ષાએ થઈ હતી. જેથી છેલ્લા બે દિવસથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને કડક કાર્યવાહીનો આરંભી દીધી હતી. જેને પગલે આ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો. (Illegal mining sand in Orsang River)
શીતપુર પાસે ખાણ ખનીજ વિભાગના દરોડાડભોઇ તાલુકાના જેતપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ભારે સપાટો બોલાવી શીતપુર પાસેના નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચી રહેલા લાખો રૂપિયાના સાધનોને સીઝ કરી કડક કાર્યવાહી કરી હતી. જેથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. (Mines Department raids in Sitpur)
અગાઉ અધિકારીઓ મુલાકાત લઈ જતાદિવસેને દિવસે નદીના પટમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાને કારણે નદીના પટમાં પાણીના સ્તર ઉંડા જતા રહેતા હોવાની ગ્રામજનોની વ્યાપક ફરિયાદ ઉભી થવા પામી હતી. આ રીતે ખનનના કારણે મોટું નુકસાન પણ થઈ રહ્યું હતું. સુત્રો અનુસાર પહેલા અધિકારીઓ વારંવાર આવીને મુલાકાત લઇ પરત જતા રહેતા હતા. ખનનની કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતી ટ્રકો પણ RTO પાર્કિંગની નંબર પ્લેટ વગરની જોવા મળતી હતી. ગેરકાયદેસરનો વહિવટ કોના ઇશારે કામ કરી રહ્યું છે તે બાબત ચર્ચાના એરણે ચઢવા પામી છે. આ કરાયેલી કાર્યવાહીમાં પકડાયેલી ટ્રકમાં કોઈપણ ઠેકાણે RTO પાર્સિંગની નંબર પ્લેટ જોવા મળી ન હતી. આ બાબતે પણ એક મોટો ચર્ચાનો વિષય સર્જાયો છે. (Dabhoi Mines Department raids)