તાલીમ લઇ રહેલા ફાઈટરોએ ઓગસ્ટ 2019માં બેંગલુરુમાં યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઇ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. જેમાં ખેલાડીઓમાં ખુશી ગોહેલ (70.3 કિગ્રા), આકાશ પાઉલકર (52 કિલો)અને જેસલ પરમારે 61.2 કિગ્રા કેટેગરીમાં ભાગ લિધો હતો. જેમાં આકાશ પાલકરે 52 કિગ્રા કેટેગરીમાં માત્ર 10 સેકન્ડમાં વિપક્ષ ખેલાડીને પછાડીને ભારતીય ઈતિહાસ રચ્યો હતો, તે સૌથી ઝડપી પછાડ તેમનો હતો. ભારતનો સૌથી ઝડપી નોકઆઉટ બનાવ્યો હતો, તેમજ રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો.
વડોદરાની બે મહિલા મિક્સર માર્શલ આર્ટ્સની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે
વડોદરા: એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના છોકરાઓ અને છોકરીઓને મિક્સ્ડ માર્શલની તાલીમ આપવામાં આવી રહી છે. એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના પી.એમ.એસ. ટેર બબલૂ સાવંત દ્વારા મિક્સ માર્શલ આર્ટસની તાલીમ આપવામાં આવે છે. બહેરીનમાં યોજાવા જઈ રહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહેલી મહિલા ખેલાડી ખુશી અને જેસલ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાતમાંથી સૌપ્રથમ મહિલાઓ બનશે.
આ ઉત્તમ પ્રદર્શનના આધારે બહેરીન ખાતે 10 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન યોજાનારી એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ખુશી ગોહેલ (70.3 કિગ્રા)અને આકાશ પાઉલકર (52 કિલો) તથા જેસલ પરમાર 61.2 કિગ્રા કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. વિકાસ સ્પોર્ટ્સ અને ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ એમએમએ એસોસિએશન ઓફ ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતના આ 3 વિદ્યાર્થીઓની પસંદગી ભારતના 11 લડવૈયાઓ પૈકી કરવામાં આવી છે.
વિશ્વ ચેમ્પિયનશિપ માટે ટીમ 8મી એ બહરીન માટે રવાના થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય બહેરીન ખાતે આયોજિત એમએમએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાતમાંથી સૌપ્રથમ વખત મહિલા ખેલાડી ખુશી અને જેસલ ભાગ લેશે. બહેરીન ખાતે ભારતમાંથી 11 ફાઈટર ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. આ ઉપરાંત એમએમએ એસોસિએશન ઓફ ગુજરાતના પી.એમ.એસ. ટેર બબલૂ સાવંત પાસે તાલીમ લઇ રહેલા ફાઇટરોએ એક વર્ષના સમયગાળામાં 18 ફાઈટરે જુદા જુદા 18 વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યા છે.