વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી ભોગ બનનાર યુવતીએ સાયબર સેલમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ નોકરી માટે સોશિયલ મીડિયા પર મુકેલો બાયોડેટા જોઇને 12 જૂનના રોજ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ, અમદાવાદના નામે હોમ વર્ક ડેટા એન્ટ્રી માટે મેસેજ આવ્યો હતો.
ડેટા એન્ટ્રીના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા મામા ભાણેજની જોડી ઝડપાઈ - વડોદરા
વડોદરા: શહેરમાં મામા-ભાણેજના સંબધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા-રાજકોટ અને સુરતના 50થી વધુ યુવક-યુવતીઓ પાસે ડેટા એન્ટ્રી વર્ક આપવાના બહાને પૈસા પડાવી લેતાં હતા. બનાસકાંઠાના મામા-ભાણેજની જોડીની પોલીસે ધરપકડ કરી છે.
કરણ કુમાર તન્નાએ વાત કરી એક પેજના 20 લેખે કામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે એન્ટ્રી ફી માટે 1500 ભૂપેન્દ્ર ઠક્કરના બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે બાજ તેમણે ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશન ફી માટે 1 હજાર જમા કરાવ્યા હતા. મામા-ભાણેજે ફોન બ્લોક કર્યો હતો. અને નાણાં પણ પરત આપ્યા ન હતા.
આ સમગ્ર મામલામાં સાઇબર સેલે ગુનો નોંધી બેન્ક એકાઉન્ટના આધારે વિગતો મેળવી હતી. પાટણમાં મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા મામા ભુપેન્દ્ર ઠક્કર તેમજ લો કોલેજમાં અભ્યાસ કરતા ભાણેજ કરણ તન્નાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં વડોદરા, રાજકોટ અને સુરતના 5 થી વધુ યુવક-યુવતીઓ પાસે નાણાં પડાવ્યાની વિગતો સામે આવી છે.