ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Cases Vadodara : વડોદરામાં વધુ બે વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ - Corona Positive Cases in Vadodara Schools

વડોદરામાં વધુ બે વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ(Corona Cases Vadodara) આવ્યો છે. વડોદરાના ગોત્રી વિસ્તારની શૈષવ સ્કૂલની(Corona Positive Cases in Vadodara Schools) વિદ્યાર્થીની અને MS  યુનિવર્સિટીની સોસીયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થીનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona Positive of two Students in Vadodara) આવ્યા છે

Corona Cases Vadodara : વડોદરામાં વધુ બે વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
Corona Cases Vadodara : વડોદરામાં વધુ બે વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

By

Published : Dec 22, 2021, 2:01 PM IST

વડોદરાઃ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈષવ સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની તબિયત લધાડતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ(Corona Cases Vadodara) આવ્યો હોવાની માહિતી મળી હતી. વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા કલાસનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું.

એમએસ યુનિવર્સીટીમાં કોરોનાનો પગપેસારો

આ ઉપરાંત વડોદરાની MS યુનિવર્સિટીની સોસીયલ વર્ક ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પણ કોરોના પોઝિટિવ(Corona Positive of two Students in Vadodara) આવ્યો છે. જેને લઈને પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જેને લઈને MS યુનિવર્સિટીના(Corona Cases at MS University) સત્તાધીશો દ્વારા સોસીયલ વર્ક ફેકલ્ટી બંધ કરી ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

DEO દ્વારા શાળાઓને કડક સૂચના

વડોદરાની સ્કૂલોમાં કોરોનાના પોઝિટિવ નોંધાતાDEO (District Educational Officer) કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે, શાળામાં કોઇ વિદ્યાર્થી, શિક્ષક કે અન્ય કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવે તો તે અંગેની જાણ તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અને DEO કચેરી ખાતે કરવી પડશે. શાળામાં પ્રવેશ સમયે કોઇ વિદ્યાર્થી શંકાસ્પદ લક્ષણો(Corona Positive Cases in Vadodara Schools) ધરાવે તો વાલીનો સંપર્ક કરી ડૉકટરનો સંપર્ક કરવાની તાકીદ કરવી છે. કોરોના પોઝેટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી તેમજ અન્ય વ્યક્તિઓનું કોન્ટેકટ લિસ્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપવાનું રહેશે. જો કોઇ શાળા કોવિડ-19 અંગેની SOPનું પાલન કરવામાં ચૂક કરશે તે શાળાઓ સામે એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે

આ પણ વાંચોઃ Corona new Variant Omicron:ભારતમાં ઓમિક્રોનના 214 કેસ, દિલ્હીમાં સૌથી વધુ 57 કેસ

ABOUT THE AUTHOR

...view details