ખાનગી કંપનીના નામે ઉઘરાણી કરતા 2 હુમલાખોરની ધરપકડ - Gujrati news
વડોદરાઃ શહેરમાં લોનના હપ્તા વસૂલવા માટે ખાનગી કંપનીઓ દ્વારા ભાડૂતી માણસો રાખવામાં આવતા હોવાની વિગતો જાણીને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રીક્ષા ચાલકને અટકાવી ફાઈનાન્સ કંપનીમાંથી આવતા હોવાનું કહી હુમલાખોરોએ રીક્ષાચાલક પર હુમલો કરીને તેને મારમારીને ઉધાડી લૂંટ કરી હતી.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના જેતલપુર રોડના વિનોદ બાગ ખાતે રહેતા એક રિક્ષા ચાલકે એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી લોન પર રીક્ષા લીધી હતી. ગત્ત તા.11મીના રોજ તેને અટકાવી ફાઈનાન્સ કંપનીમાંથી આવતા હોવાનું કહી હપ્તા કેમ ભરતો નથી. તેમ કહી છુટા હાથની મારામારી કરી રિક્ષાચાલક પાસે રહેલા અંદાજે રૂપિયા 4 હજાર કાઢી લીધા હતા અને રૂપિયા ૩ હજારની પેનલ્ટી નહીં આપે તો રીક્ષા ઉઠાવી જવાની ધમકી આપી હતી. જો કે, આ સમગ્ર મામલે ગોત્રી પોલીસે આ ઘટનામાં બે શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.