ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત - બે ભાઈઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થયા હતા. માતાને તરસ લાગતાં નાનો ભાઈ પાણી લેવા ગયો હતો. પરંતુ તેનો પગ લપસતાં મોટો ભાઈ તેને બચાવવા દોડી ગયો હતો પરંતુ બન્ને કેનાાલમાં ડૂબી ગયા હતા. બે ભાઈઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત

By

Published : Jan 29, 2023, 5:36 PM IST

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત

વડોદરા:વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે બે સગા ભાઈઓના નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા કમકમાટીભર્યા મોત થયા હતા. જે મામલે પોલીસે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

બંને બાળકો માતાની નજર સમક્ષ પાણીમાં ગરકાવ:બંને પુત્રોને રજા હોવાને કારણે તેઓ માતાની મદદ અર્થે સીમમાં લાકડા લેવા ગયા હતા. પરંતુ એકાએક બપોરના સમયે માતાને પરિશ્રમ કરતા માતાને પાણીની તરસ લાગી હતી. જેથી આ બંને પુત્રો પાણી લેવા માટે કેનાલમાં ગયા અને નાના પુત્રનો પગ લપસતા તેના બચાવ અર્થે મોટા ભાઈએ પાણીમાં ઝંપલાવ્યું હતું આ બંને પુત્રો માતાની નજર સમક્ષ પાણીમાં ડૂબતા જોઈને માતાએ એકાએક ચીસો પાડી હતી અને પોતાની સાડીનો છેડો કેનાલમાં નાખી પોતાનાં બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળકોના હાથમાં માતાનો પાલવ આવે તે પહેલા જ પાણીના વહેણમાં આ બંને બાળકો માતાની નજર સમક્ષ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મોતને ભેટ્યાં હતાં.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત

આ પણ વાંચો:Ahmedabad Crime News : વિઝા રેકેટનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી

બચાવ કામગીરી અર્થે માતાએ મદદ માટે બૂમાબૂમ કરી:આ સમગ્ર ઘટના બનતા જ માતાએ જોર જોરથી મદદની બૂમો પાડી હતી. પરંતુ આસપાસમાં કામ કરતાં લોકો મદદ માટે દોડી આવે તે પહેલા આ બંને પુત્રો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોની શોધખોળ માટે આસપાસના રહીશોએ આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરતા તરવૈયાઓ આ બંને બાળકોને હેમખેમ રીતે દોઢ કલાકની ભારે જહેમત બાદ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર અર્થે 108 ને ફોન કરી તેઓને નજીકની વાઘોડિયાની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત તેમના થયા હતા.

આ પણ વાંચો:Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ

પરિવારમાં શોકનો માહોલ:બાળકોનાં મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાએ હૈયાફાટ બુમો પાડી ચોધાર આંસુ સાથે રૂદન કરવા લાગતાં સમગ્ર માહોલમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ પૈકી બે ભાઈઓનું એક સાથે મોતની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતાં. આસપાસના રહીશો દ્વારા આ સમગ્ર ઘટના બનતાની સાથે જ સ્થાનિક તરવૈયાઓને અને પોલીસને ફોન દ્વારા જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બંને પુત્રોના મૃતદેહને બહાર કાઢી તેઓને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details