ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો પહોંચાડતા બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ડભોઈ પણસોલી બસ સ્ટેન્ડ પાસેથી 78.165 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગાંજો ભરેલી બોલેરો પીકઅપ સાથે મધ્યપ્રદેશના બે આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો પહોંચાડતા બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા
મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો પહોંચાડતા બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

By

Published : Dec 21, 2020, 9:38 AM IST

  • મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો લાવતા બે આરોપી ઝડપાયા
  • વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીને વડોદરા હાઈવે પરથી પકડ્યા
  • પોલીસે આરોપીઓ પાસેથી 9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
    મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો પહોંચાડતા બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા


વડોદરાઃ છોટાઉદેપુર-વડોદરા હાઈ-વે પર ડભોઈ નજીક એક પીકઅપ ગાડીમાં વિવિધ સ્થળે છુપાવેલા ગાંજાના 40 પેકેટો મળ્યા હતા. મહેસાણા તાલુકાના વિસનગર ખાતે ગાંજાની ડિલિવરી કરવા જતા મધ્યપ્રદેશના બે આરોપીને જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.68 લાખના ગાંજાના જથ્થા સાથે કુલ રૂ.9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોબાઈલ અને રોકડ રકમ મળી આવી હતી.

મહારાષ્ટ્રથી મહેસાણા 75 કિલો ગાંજો પહોંચાડતા બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા
મહારાષ્ટ્રના ધુલિયાથી લઈ મહેસાણા ખાતે ગાંજાનો જથ્થો ડિલિવર કરવા આવ્યા હતા આરોપી

પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા જિલ્લા એસઓજીને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ ગાડી છોટાઉદેપુર તરફથી આવતી હતી તેમાં ગાંજાનો મોટો જથ્થો સંતાડયો છે. એટલે પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. એસઓજીની વોચ દરમિયાન ગાડી આવતા તેને રોકી ડ્રાઈવર શાંતિલાલ ભાવલાલ બરડે (રહે. ચીલારીયા તા. વરલા જિ. બડવાની મધ્યપ્રદેશ) તેમ જ તેની સાથેનો શખસ નવલસીંગ ભાયસીંગ નારવે (રહે. ગેસ્થાટી તા. વરલા, જિ. બડવાની મધ્યપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી.

બોલેરો પીકઅપના બોનેટ, સ્પેર વ્હિલ સહિત સીટની પાછળના ભાગે 40 પેકેટ સંતાડયા હતા

પોલીસે પીકઅપ ગાડીમાં તપાસ કરતા પાછળની સીટ નીચે ચાર પેકેટો મળ્યા હતા. આ ઉપરાંત બોનેટમાં ડ્રાઈવર સાઈડ તેમ જ બીજી સાઈડ પરથી પણ પેકેટો મળ્યા હતા. ગાડીના સ્પેર વહિલમાં પણ પેકેટો જણાયા હતા. કુલ મળીને 40 પેકેટો મળ્યા હતા, જેમાં રૂ. 4.68 લાખની કિંમતનો 78.165 કિલો ગાંજાનો જથ્થો હતો. પોલીસે ગાંજો ઉપરાંત બે મોબાઈલ, રોકડ, પીકઅપ ગાડી મળી કુલ રૂ. 9.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પીકઅપ ગાડીમાં બેસેલા બંને ઈસમોની અટકાયત કરી હતી. એસઓજીએ ગાડીમાં હાજર લોકોને ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાંગલી તાલુકાના મહાદેવ ખાતે મનીષ ઉર્ફ મનોજ નારી પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા. અને આ જથ્થો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ભારતનગરમાં ડોડિયા તળાવની પાછળ રહેતા બાબુશા હુસેનશા ફકીરને આપવાનો હતો. ગાંજાના આ જથ્થા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના ધુલિયાથી લેવામાં આવેલા ગાંજાના જથ્થાને 547 કિ.મી દૂર મહેસાણા ખાતે ડિલિવર કરવામાં આવવાનો હતો, પરંતુ મહારાષ્ટ્રના ધુલિયાથી વડોદરા નજીક 360 કિમી નજીકથી જ ગાંજો એસઓજીએ પકડી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details