વડોદરાઃ ડભોઇ વડોદરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક પૂર ઝડપે આવતાં કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી રેતી ભરી આવતા ત્રણ હાઈવા ટ્રક તેમજ એક પિકઅપ ગાડી ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે હાઈવા ટ્રકના ચાલક ટ્રકમાં જ ફસાઈ જતાં સ્થાનિકો તેમજ રાહદારીઓ અને જેસીબીની મદદથી તેઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
ડભોઇ-વડોદરા રોડ ઉપર રેતી ભરી વધુ ફેરા મારવાના ચક્કરમાં પૂર ઝડપે હાઈવા ટ્રકો દોડતા આવે છે. જ્યારે સોમવારે ડભોઇ-વડોદરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ નજીક એક કાર ચાલક દ્વારા અચાનક બ્રેક મારતા અકસ્માતથી બચવા માટે પાછળથી પૂર ઝડપે આવતા હાઈવા ટ્રકના ચાલકે બ્રેક મારતાં તેની પાછળ આવતા હાઈવા ટ્રક તેમજ પીકઅપ ગાડી એક પછી એક લાઇન બંધ ભટકાયા હતા.
ડભોઇ-વડોદરા રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 2 ટ્રક ચાલકો ઈજાગ્રસ્ત - અકસ્માત
ડભોઇ વડોદરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક પૂર ઝડપે આવતાં કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી રેતી ભરી આવતા ત્રણ હાઈવા ટ્રક તેમજ એક પિકઅપ ગાડી ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી.
vadod
આ ઘટનામાં બે હાઈવા ટ્રકના ચાલકો એક લક્ષ્મણભાઈ અંબાલાલ પાટણવાડીયા અને બીજા અજય કનુભાઈ વસાવા ટ્રકમાં ફસાઈ ગયા હતા. જે બંન્નેને રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો અને જેસીબીની મદદથી બહાર કાઢી 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે સમગ્ર બનાવમાં 2 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે આ બનાવની જાણ થતાં ડભોઇ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક કંટ્રોલની કામગીરી હાથ ધરી હતી.