- વડોદરા વિભાગ સંકલન સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ
- કોરોના સંક્રમિતથી જાન ગુમાવનારા 14 STના કર્મચારીઓને શ્રદ્ધાંજલી આપી
- રેસકોર્સ કચેરી ખાતે વિવિધ સંગઠનોએ જોડાઈને શ્રધ્ધાંજલી આપી હતી
વડોદરા: વડોદરા વિભાગ સંકલન સમિતિ દ્વારા ચાલુ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવનારા ST નિગમના 14 કર્મચારીઓને રેસકોર્સ કચેરી ખાતે વિવિધ સંગઠનોએ જોડાઈને શ્રધ્ધાંજલી આપી હતી.
આ પણ વાંચો:વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થનાસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી
કોરોના દરમિયાનપ્રવાસીઓની સેવામાં જાન ગુમાવનારા 14 ST કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી
કોરોનાની બીજી ઘાતક લહેરે ઘણાં લોકોનો ભોગ લીધો છે. ત્યારે આ મહામારી વચ્ચે પ્રવાસી, જનતા તેમજ પોતાના પરિવાર તથા પોતાના જીવનની પરવાહ કર્યા વિના સેવા કરતા કોરોનાથી સંક્રમિત થઇને ચાલુ ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ગુજરાત ST નિગમના 14 કર્મચારીઓને વડોદરા વિભાગ સંકલન સમિતિ દ્વારા વિભાગીય કચેરી વડોદરા ખાતે શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય ST મજદૂર મહાસંઘ (BMS), ગુજરાત રાજ્ય ST કર્મચારી મહામંડળ તથા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન દ્વારા કોરોના પ્રથમ હરોળના યોધ્ધાઓ તરીકે ST નિગમના મૃતક કર્મચારીઓને સરકાર દ્વારા લાભ આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરાઇ હતી.
આ પણ વાંચો:પાટણ એસટી કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા સાથી કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી