ડભોઈ: ડભોઇથી છોટાઉદેપુર અને ડભોઇથી વડોદરા ટ્રેન છેલ્લા 5 માસથી બંધ છે. ત્યારે ગુરુવારે ટ્રાયલ ટ્રેન ડભોઈના રેલવે જંકશન ઉપર આવી પહોંચતા લોકોમાં આગામી દિવસોમાં ખૂબ જલ્દી રેલવે સુવિધા શરૂ થવાની આશા બંધાઈ છે. ડભોઇ-વડોદરા અને ડભોઇ- છોટાઉદેપુર ટ્રેન શરૂ થતાં નોકરીયાત વર્ગને પ્રવાસ કરવો સરળ બનશે. જેથી જલ્દી ટ્રેન સુવિધા શરૂ થાય તેવી પ્રવાસીઓની માગ છે.
ડભોઈ જંકશન પર ટ્રાયલ ટ્રેન આવી પહોંચી, લોકોમાં ખુશીની લહેર
ડભોઇથી છોટાઉદેપુર અને ડભોઇથી વડોદરા ટ્રેન છેલ્લા 5 માસથી બંધ છે. ત્યારે ગુરુવારે ટ્રાયલ ટ્રેન ડભોઈના રેલવે જંકશન ઉપર આવી પહોંચતા લોકોમાં આગામી દિવસોમાં ખૂબ જલ્દી રેલવે સુવિધા શરૂ થવાની આશા બંધાઈ છે. ડભોઇ-વડોદરા અને ડભોઇ- છોટાઉદેપુર ટ્રેન શરૂ થતાં નોકરીયાત વર્ગને પ્રવાસ કરવો સરળ બનશે. જેથી જલ્દી ટ્રેન સુવિધા શરૂ થાય તેવી પ્રવાસીઓની માગ છે.
ડભોઇ રેલવે જંકશન ખાતે હાલ ડભોઇથી કેવડીયા અને ડભોઇથી કરજણ સહિત ડભોઇ વડોદરા તેમજ ડભોઇ છોટાઉદેપુર ટ્રેનો શરૂ કરવા માટે રેલવે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ગાયકવાડી શાસનકાળનું રેલવે સ્ટેશન તોડી પાડી અધ્યતન રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ તૈયાર થઈ જવા આવ્યું છે .રોજ-બરોજ રેલવે અધિકારીઓ દ્વારા ડભોઇ રેલવે લાઈનો ઉપર એન્જીનો તેમજ ટ્રેનો દોડાવી લાઈનોની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ડભોઇની રેલવે લાઈનો ઉપર એન્જીન તેમજ ટ્રેન દોડતી જોઈ મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કોરોનાના કપરા કાળ દરમિયાન લોકડાઉનમાં માર્ચ મહિનાથી ટ્રેનો બંધ હતી.પાંચ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. સમગ્ર દેશમાં રેલવે ટ્રેનો શરૂ કરવામાં આવી છે.ત્યારે ડભોઇ પંથકમાં રેલવે કયારે ધમધમતું થશે તેની મુસાફરો રાહ જોઈ રહ્યા છે. હાલ તો ડભોઇથી વડોદરા પ્રતાપનગર અને ડભોઇથી બોડેલી અને છોટાઉદેપુર રેલવે લાઇન પહેલેથી જ બ્રોડ્ગેજ લાઇનમાં રૂપાંતરિત કરી દેવાયું હતું અને બ્રોડગેજ ટ્રેનો દોડતી પણ હતી. લોકડાઉનને પગલે આ ટ્રેનો બંધ કરવામાં આવી હતી.ત્યારે,હવે આગામી 15 દિવસ સુધીમાં આ ટ્રેનો ફરી શરૂ થવાની ભીતી છે. જોકે ટ્રેનો ફરી દોડતી થશે તો નોકરીયાત વર્ગ સહિત સંખ્યાબંધ પ્રવાસીઓને ફાયદો થશે.