ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને છેલ્લા બે સપ્તાહમાં અંદાજે 24 ટ્રેનો દ્વારા વતન મોકલાયા

વડોદરા જિલ્લામાં શિક્ષણ અને રોજગારી અંગે આવેલા હજારો લોકો લોકડાઉનના કારણે ફસાઇ ગયા હતા. જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત તા.3જી મેથી કવાયત શરૂ કરાઇ હતી. જે કવાયતમાં અત્યાર સુધીમાં 24 ટ્રેનો રવાના કરવામાં આવી છે.

Trapped worker in Vadodara repatriated
Trapped worker in Vadodara repatriated

By

Published : May 16, 2020, 1:39 PM IST

વડોદરાઃ લોકડાઉનના પગલે શહેરમાં ફસાયેલા પરપ્રાંતિયો, મુસાફરો અને વિદ્યાર્થીઓને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત તા.3જી મેથી કવાયત શરૂ કરાઇ છે. છેલ્લા બે સપ્તાહમાં અંદાજે 24 જેટલી ટ્રેનોમાં કુલ 32 હજાર ઉપરાંત લોકોને વતન મોકલવામાં આવ્યા છે. આજે ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના ગુજરાતના 16 જિલ્લામાં વસતા રહિશોને વતન મોકલવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા વડોદરાથી કરાઇ હતી. જેમાં 1,211 લોકોને વતન મોકલાયા છે.

વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને છેલ્લા બે સપ્તાહમાં અંદાજે 24 ટ્રેનો દ્વારા વતન મોકલાયા
ઉપરાંત આસામ,મહારાષ્ટ્ર, લદ્દાખ જેવા રાજ્યોમાં ઓછા લોકો હોવાથી બસ મારફતે તેમને વતન રવાના કરવામાં આવ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં ટ્રેન મારફતે 32,755 લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે વધુ એક ટ્રેન ઉત્તર પૂર્વના રાજ્યોના મુસાફરોને લઇને રવાના થઈ હતી. આજે રવાના થયેલી ટ્રેનમાં વડોદરા ઉપરાંત રાજ્યના જુદા જુદા 16 જિલ્લામાં રહેતા ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના 1,211 લોકોને વતન મોકલવામાં આવ્યા છે. એક જ સ્થળેથી રવાના થતી ટ્રેનમાં આસપાસના 16 જિલ્લાના લોકોને સમાવાયા હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે.

ABOUT THE AUTHOR

...view details