ગુજરાત

gujarat

વડોદરાના સાવલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

By

Published : Nov 6, 2022, 8:52 PM IST

વડોદરા નજીક આવેલા સાવલી ખાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (A ghastly accident took place) એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તો હાલ જન્મોત્રી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરાના સાવલી ખાતે ગમખ્વાર અકસ્માત,
tragic-accident-at-savli-vadodara-1-person-died-on-the-spot

સાવલી:વડોદરાના સાવલી ખાતે (At Savli, Vadodara) ગત રાત્રીએ એક ગમખ્વાર અકસ્માત (A ghastly accident took place) થયો હતો. મળેલી માહિતી અનુસાર ગત રાત્રે સાવલીથી વકીલપુરા તરફ રાત્રિના એક ફોર વ્હીલર ગાડીમાં ત્રણ વ્યક્તિઓ ફરવા નિકળ્યા હતા તે સમયે એકા એક કાર ચાલકે બમ્પ કૂદાવી દેતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર કાર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું (Died on the spot) હતું. મૃત્યુ પામનાર સાવલી યંગ બ્લડના નવયુવાન યશ પટેલ હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કાર રોડ પર જ પાંચથી છ પલ્ટી ખાઈ ગઈ: ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ કાર ચલાવનારની બાજુની સીટ પર બેઠેલો હતો. સાવલી તાલુકાના શેરપુરા ગામ પાસે વળાંકમાં પૂર ઝડપે આવતી કાર અચાનક પલ્ટી ખાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પૂર ઝડપે કાર બમ્પ કુદાવતા કાર રોડ પર જ પાંચથી છ પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી થતા મરનાર વ્યક્તિ કાચ તોડીને બહાર ફેંકાઈ ગયો હતો. યશ પટેલને સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા:અન્ય એક વ્યક્તિ જે ગાડીમાં સવાર હતો તે (ચિંતનભાઈ) માર્ગની બાજુમાં આવેલ ગટરના પાણીમાં બેભાન અવસ્થામાં પડ્યો હતા.તેમની હાલત જોઈને ગામલોકોએ તાત્કાલિક 108 ને સંપર્ક કર્યો હતો. જો કે 108ના ડોકટરે એક વ્યક્તિને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની જન્મોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં યશ પટેલનું મોત થયાના સમાચાર વાયુવેગે સાવલી યંગ બ્લડમાં ફેલાતાં મોટી સંખ્યામાં યંગ બ્લડના યુવાનો ઉમટી પડ્યા હતા. સાવલી પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details