ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દસ દિવસ દંડ નહિ વસુલે - gujarat news

વડોદરાઃ શહેરમાં વધુ વરસાદથી પૂરની પરિસ્થિતી સર્જાઇ હતી. વડોદરા પોલીસ પ્રજાને વારે આવી છે. ટ્રાફિક પોલીસ 10 દિવસ દંડ વસુલવાની કામગીરી નહિ કરે, તો આ નિર્ણય શહેરીજનોની સમસ્યાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે.

વડોદરામાં ટ્રાફીક પોલીસદસ દંડ નહિ વસુલે

By

Published : Aug 6, 2019, 4:16 PM IST

રાજય સહિત વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં ખાબક્યો હતો. જેથી વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ પોલીસ પ્રજાની વ્હારે આવી હતી, અને નમદા કામગીરી પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પુરના પાણી વચ્ચે રાત દિવસ વડોદરા પોલીસ પુરગ્રસ્ત લોકોને બચાવ કાર્યમાં જોતરાઈ હતી. જોકે હવે શહેરીજનો વધુ પરેશાન ન થાય તે માટે ટ્રાફિક પોલીસે 10 દિવસ સુધી દંડ નહી વસૂલવાની જાહેરાત કરી છે. વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. તો તંત્ર દ્વારા પણ લોકોના હિતમાં 10 દિવસ સુધી ટ્રાફિક દંડ નહીં વસુલવાનો મહત્વો નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details