કેન્દ્ર સરકાર દ્વારા નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ મુજબ નિયમો તૈયાર કરાયા બાદ ગુજરાત સરકારે તેમાં સામાન્ય ઘટાડો કરીને તેનો અમલ કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ 16 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યની સાથે સાથે વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા સખત કાર્યવાહીની શરુઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ સર્કલો પર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.
વડોદરામાં ટ્રાફિક પોલીસે મહિલા પોલીસને ફટકાર્યો દંડ
વડોદરા: શહેરમાં આજથી શરૂ થતાં ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસે પોલીસ સામે જ કડક કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે.
પોલીસની ટ્રાફિકને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સામાન્ય શહેરીજનોથી લઈને પોલીસ ખતાના કર્મચારીઓ સામે પણ લાલઆંખ કરી કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું.જેમાં ટ્રાફીકના નિયમનુ પાલન ન કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરના પોલીસ હેડ કર્વાટર્સ, અકોટા પોલીસ લાઈન અને પોલીસ ભવન પાસે કાર્યવાહી ટ્રાફિકને લઈને કાર્યવાહી કરાઈ હતી.
શહેરના સમા પોલીસની મહિલા L.R.D ને સાયમા બલોચને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા કાર્યવાહી કરી હતી. L.R.D મહિલા જવાનને લાયસન્સ, નંબર પ્લેટ વગર અને વાહન પર લખાણ હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હતો.આ તમામ નિયમોનું પાલન નહીં કરતા ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 1 હજાર રૂપિયાનો દંડ ફટકરવામાં આવ્યો હતો.વડોદરા શહેરમાં શહેરીજનો નહીં પરંતુ પોલીસ જવાનો પણ ટ્રાફિકની કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે.