ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા 150 વાહન ચાલકો દંડાયા, હજારોનો દંડ વસુલાયો - Gujarati News

વડોદરાઃ અકસ્માતો પર નિયત્રંણ લાવવા માટે અને ટ્રાફીક સેન્સને પગલે શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકોના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. ત્યારે સલામતી પુર્વક વાહન ચાલકે પોતાના વાહનની ગતિ ઓછી રાખે તે જરૂરી છે.

Vadodara

By

Published : Jul 2, 2019, 12:07 PM IST

વર્ષ 1991માં સ્પીડ લિમિટનું જાહેરનામુ પ્રસિધ્ધ થયુ હતું. જેના મુજબ શહેરના મુખ્ય માર્ગો પર લાઇટ મોટર વ્હીકલથી નીચેના વાહનો જેમ કે, બાઇક, સ્કૂટર વગેરે માટે 40 કિ.મી. પ્રતિ કલાક અને ભારે વાહનો માટે 30 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.

ઓવર સ્પીડથી વાહન ચલાવતા 150 વોહન ચોલકો દંડાયા

વડોદરા શહેરમાં ઓવર સ્પીડ વાહન ચલાવતા લોકોને દંડ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા લેસર સ્પીડ ગન દ્વારા ટ્રાફીક પોલીસની એક ટીમે દિવસ દરમિયાન શહેરના અલગ-અલગ પોઇન્ટ પર કામગીરી કરશે. ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તા ખાતે લેસર સ્પીડ ગન દ્વારા ફોટાપાડી 105 વાહન ચાલકોને દંડ કરી રૂપિયા 42 હજારની વસુલાત કરવામાં આવી હતી.

જોકે આગામી દિવસોમાં પણ ટ્રાફીકની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. જેથી શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકો પર નઝર રાખી શકાય.

ABOUT THE AUTHOR

...view details