ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ડોર-ટુ-ડોર લોકોને શાકભાજી વહેંચતા વેપારીઓએ પોલીસની દમનગીરીથી સેવા કરી બંધ - વેપારીઓએ પોલીસની દમનગીરીથી સેવા કરી બંધ

વડોદરામાં લોકડાઉન દરમિયાન ડોર-ટુ-ડોર લોકોને શાકભાજી મળી રહે તે માટે એપીએમસી અને પાલિકા દ્વારા ટ્રેક્ટર અને ટેમ્પો મારફતે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓએ પોલીસની દમનગીરીથી નારાજ થઈ વેચાણ બંધ કર્યું છે.

શાકભાજી વહેંચતા વેપારીઓએ પોલીસની દમનગીરીથી સેવા કરી બંધ
શાકભાજી વહેંચતા વેપારીઓએ પોલીસની દમનગીરીથી સેવા કરી બંધ

By

Published : Apr 13, 2020, 12:28 AM IST

વડોદરા:કોરોનાની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં વડોદરાના નગરજનોને ડોર ટુ ડોર શાકભાજી મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપી.એમ.સી.દ્વારા ખાસ ટ્રેક્ટર અને ટેમ્પો મારફતે વિવિધ વિસ્તારો ફાળવી શાકભાજીનું વેચાણ કરવા નક્કી કરાયું હતું.

વેચાણ ધારકો દ્વારા સોશિયલ ડિસ્ટન્ટ જાળવી શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.તેમ છતાં પોલીસ હેરાનગતિ કરતી હોવાનું સામે આવ્યું છે.

ટેમ્પો અને ટ્રેક્ટર મળી કુલ 28 જેટલા વાહનોમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ વેચાણ કરવા માટે તંત્ર દ્વારા વેચાણ ધારકોને ખાસ પાસ પણ ફાળવવામાં આવ્યા છે.જેથી લોકડાઉનમાં પણ તેઓ શાકભાજીનું વેચાણ કરી શકે તેમ છતાં શહેર પોલીસની હેરાનગતિથી નારાજ થયેલા શાકભાજી વેચાણ ધારકોએ સયાજીપુરા માર્કેટ યાર્ડ ખાતે એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો અને શાકભાજીનું વેચાણ બંધ કરવાનો વેપારીઓએ નિર્ણય લેધો હતો.

ABOUT THE AUTHOR

...view details