વડોદરાસમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં હિન્દૂ સંસ્કૃતિનો લાંબો પર્વ એટલે નવરાત્રીનો. આજે નવરાત્રીના આઠમો(Maha Ashtami 2022) દિવસ છે. આજનો દિવસ એટલે મહા સુદ આઠમનું વિશેષ મહત્વ (Navratri Maha Ashtami Importance) શુ છે અને આજના દિવસે શા માટે હવન(special day in Navratri Havan) કરવામાં આવે છે. આજના વિશેષ દિને માં અંબાના ભાવિભક્તો ખૂબ મોટી સંખ્યામાં માં અંબાના દરબારમાં દર્શનાથે પહોંચે છે.આ અંગે શહેરનું ઐતિહાસિક ઘડિયાળી પોળ ખાતે આવેલ અંબા માતાના મંદિરના કર્તા હર્તા દુર્ગેશ પંડિતે આજના દિવસનો મહિમા સમજાવ્યો હતો.
નવરાત્રીનું આઠમું નોરતું એટલે મહા અષ્ટમી, શું છે તેનું મહત્વ અને લાભ - દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો
નવરાત્રીનો આજે આઠમો (Maha Ashtami 2022) દિવસ છે.આજના દિવસે મોટી સંખ્યામાં માં અંબાના દરબારમાં દર્શનાથે પહોંચે છે. આજના દિવસે હવન (special day in Navratri Havan) શા માટે કરવામાં આવે છે જાણો આ અહેવાલમાં.
![નવરાત્રીનું આઠમું નોરતું એટલે મહા અષ્ટમી, શું છે તેનું મહત્વ અને લાભ શા માટે આજના દિવસે હવન પૂજા કરવામાં આવે છે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16542840-thumbnail-3x2-nav-aspera.jpg)
માતાજીના દિવ્યા ચક્ષુ હીરાના નેત્ર આજના દિવસે માતાજીએ મહિસાસુરનો વધ કર્યો (Durga killing Mahishasura )હતો. આપણે સૌ જાણીએ છીએ કે આજનો દિવસ મહા સુદ આઠમ મહા અષ્ટમી તરીકે જાણીતો છે. હાલમાં ઘડિયાળ પોળ ખાતે આવેલ અંબા માતાના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તેનું મૂળ કારણ માતાજીનું મૂળ સ્વરૂપ પીઠીકાનું છે તે મૂળ મહેશ્વરણીનું છે. આજના દિવસની વાત કરવામાં આવે તો માતાજીએ મહિસાસુરનો વધ કર્યો હતો સાથે વર્ષમાં માત્ર બે વાર માતાજીના દિવ્યા ચક્ષુ હીરાના નેત્ર છે અને ચતુર્ભુજ જે મૂળ પીઠીકા સ્વરૂપમાં માતાજી ધરાવે છે તે દર્શનનો લ્હાવો લેવા માટે ભવિભક્તો આવી રહ્યા છે.
આજના દિવસે હવનનું મહત્વ મહા સુદ આઠમના દિવસે મધ્યપોરના સમયે કરવામાં હવન પૂજા અંગે જણાવ્યું હતું કે હવન મૂળ દૈવીકની સાથે માણસને શારીરિક અનેક લાભ(Ashtami Havan benefits) આપવા માટે હોય છે. હવનમાં હોમતું ઘી, જવ, તલ,સરસો અને જ્યારે હવન પ્રગટ થાય છે ત્યારે અન્ય સામગ્રી વાપરીએ છીએ ત્યારે ધુની ઉત્પન્ન થાય છે તે માણસ દ્વારા સેવન કરવામાં આવે છે ત્યારે અનેક આયુર્વેદ પ્રમાણે અનેક ફાયદા થાય છે. સાથે અત્યારે ઋતુ પરિવર્ત થઈ રહ્યું છે ત્યારે હવન કરતા અનેક રોગોનું નિદાન થાય છે. આ ધાર્મિક અને વૈદિક બાબતો માનવીને ખૂબ લાભદાયી થાય છે તે માટે હવન યોજવામાં આવે છે