વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ગાયત્રી સુથાર અને મનીષા સુથાર સાથે તેમના સખીમંડળ દ્વારા ભેગા થઈને ભારતીય કલાનો વારસો (India Art) તેમજ હસ્તકળાની (Handicrafts) મહેકને ફેલાવવા હિન્દુ પૂજા વિધિમાં ઉપયોગી વિવિધ(Indian handicrafts) વસ્તુઓને કલાત્મક રીતે બનાવીતેને સજાવીને હાથથી બનાવેલ (Hand-made items) વિવિધ વસ્તુઓ વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 2016માં ગાયત્રી સુથાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રયાસથી સ્થાનિક સ્તરે મહિલાઓ માટે રોજગારીની (Employment Opportunities) તકોનું સર્જન થયું છે.
આ પણ વાંચોઃમતદારોમાં જાગૃતિ લાવવા કચ્છની કલા-સંસ્કૃતિ રજુ કરતી શોર્ટફિલ્મો બનાવાઇ
દેશ વિદેશમાં કળાત્મક વસ્તુઓ પહોંચે -આજે જ્યારે ભારતીય મોટા પ્રમાણમાં વિદેશોમાં વસતા થયા છે. ભારતીય વિવિધ સામગ્રીઓ અને કળાત્મક વસ્તુઓ તેઓ સુધી સરળ રીતે ઉપલબ્ધ રહે તેઓ પ્રયાસ મહિલાઓ દ્વારા શરૂ (project called Concept Craft)કરવામાં આવ્યો છે. આ ગ્રુપ દ્વારા નિરંતર વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. કળાત્મક બાજટ, પીઠી માટેનું પાત્ર, કળાત્મક રીતે સજાવેલી પૂજાની થાળી, સજાવેલ કળશ, ધાર્મિક વિધિઓ માટે કળાત્મક રીતે સજાવેલ નારિયેળ અને આવી અનેક વિવિધ વસ્તુઓ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. જે અમેરિકા તેમજ વિશ્વના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે.
આ પણ વાંચોઃSomnath Amrutdhara Mahotsav: સોમનાથમાં પાંચ દિવસનો અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
કલા અને સંસ્કૃતિના વારસાની ઝાંખી કરાવતી બહેનો -આપણે સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત નિર્માણની વાત કરી રહ્યા છે, ત્યારે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા આ પ્રયાસએ વિશ્વભરમાં આગવી રીતે પોતાનું ધ્યાન દોર્યું છે. માત્ર અમુક મર્યાદિત ઓર્ડરથી શરૂ કરાયેલ આ મહિલાઓ દ્વારા ચલાવાતા સ્ટાર્ટઅપ દ્વારા આજે હજારોની સંખ્યામાં વસ્તુઓ ભારત તેમજ વિશ્વના માર્કેટમાં પહોંચાડાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા કલા અને સંસ્કૃતિના વારસાની મહેકને ફેલાવવા વડોદરાથી શરૂ થયેલ આ પ્રયાસ આજે વિદેશીઓ અને વિદેશમાં રહેતા ભારતીયોને ખૂબ આકર્ષી રહ્યો છે અને કુલ ઓર્ડરના 75 ટકા ઓર્ડર્સ ફક્ત અમેરિકામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે.