ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રાઈમ બ્રાન્ચના PSIને ટીકટોક વીડિયો બનાવવું પડ્યું ભારે, ટ્રાફિક શાખામાં બદલી - PSI

વડોદરાઃ ગુજરાત પોલીસના કર્મચારીઓને જાણે ટીકટોકનું ઘેલું લાગ્યું હોય તેવા એક પછી એક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હિન્દી ફિલ્મનું સોંગ ટીકટોક પર અપલોડ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PSI અરૂણ મિશ્રાનો વધુ એક વીડિયો વાયરલ થતાં તેઓની તાત્કાલિક ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

PSI અરૃણ મિશ્રા

By

Published : Jul 27, 2019, 12:07 PM IST

યુનિફોર્મમાં અદાકારી સાથેનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરે તો બીજી તરફ 24 કલાકના ગાળામાં PSI મિશ્રાનો બીજો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ યુનિફોર્મમાં જુસ્સાપૂર્વક હિન્દીનો એક શેર કહી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોની પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તપાસ કરશે.

PSIનો ટીકટોક પરનો વાયરલ વીડિયો

ABOUT THE AUTHOR

...view details