- નંદેસરીમાં વીજ લાઈન અચાનક તૂટી પડતાં ભારે અફરાતફરી મચી
- વીજ કરંટ લાગતાં ત્રણ શ્વાનના મોત
- નંદેસરી પોલીસ મથક પાસે એમજીવીસીએલ ની 11000 કેવીની લાઈન તૂટી પડી
વડોદરાઃ શહેર આવેલા નંદેસરી ગામમાં પોલીસ સ્ટેશન નજીક એમજીવીસીએલની 11000 kv ની વીજ લાઈન અચાનક તુટી પડતા ત્રણ શ્વાનોના મોત નિપજ્યા હતા. ગ્રામજનોએ વીજ કંપનીની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
વીજ કંપનીની ગંભીર બેદરકારીને પગલે મૂંગા પશુના મોત
વડોદરા નજીક આવેલા નંદેસરી ગામ ખાતે નંદેસરી પોલીસ મથક પાસેથી પસાર થતી એમજીવીસીએલની 11000 કે.વી. ની લાઈન સોમવારે અચાનક જ તૂટી પડી હતી. જેને પગલે ત્યાંના સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા.
સદનસીબે જાનહાની ટળી, ગ્રામજનોમાં રોષ ફેલાયો
આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા શ્વાન ઉપર વર્ષો જુના 11000 કે.વી.ની લાઈનના વાયરો અચાનક તુટી પડતા શ્વાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે અન્ય કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ એમજીવીસીએલની ભારે બેદરકારીના પગલે મંગળવારે સમગ્ર ઘટના બની હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે.
નંદેસરી અદ્યોગિક વસાહતમાં ઉડતા ગેસના કારણે એમજીવીસીએલના વાયરોમાં કોહવાટ લાગી જાય છે. તેમ છતાં એમજીવીસીએલ દ્વારા આવા કોહવાઈ ગયેલા વાયરો બદલવામાં આવતા નથી. એમજીવીસીએલ દ્વારા જો આવા કોહવાઈ ગયેલા વાયરો બદલવામાં આવ્યા હોત તો આવી ઘટના ના ઘટી હોત અને નિર્દોષ મુંગા પ્રાણીઓના મોત નિપજ્યા ના હોત. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ, મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.