વડોદરા: વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ઉત્તરપ્રદેશ તંત્ર સાથે સંકલન કરીને શ્રમિકોને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી રાત્રે આ શ્રમિકોને સિટી બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતાં. જ્યાંથી તેઓ ટ્રેનમાં બેસીને વતન જવા રવાના થયા હતા. આ તકે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે ઉત્તરપ્રદેશ માટે બનાવેલા નોડલ અધિકારી તેમજ ઉત્તરપ્રદેશ તંત્રના ગૃહસચિવ અને રેલવે તંત્ર સાથે સંકલન કરીને 1209 પ્રવાસીઓને ટ્રેન દ્વારા ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ જેમની પાસે પોતાના વાહનો છે તેવા શ્રમિકોને ઓનલાઈન પાસ કાઢી આપવામાં આવ્યા હતા જેથી તેઓ પોતાના વાહનો દ્વારા વતન જઈ શકે.
વડોદરામાં લોકડાઉનના કારણે ફસાયેલા 1209 શ્રમિકોને ઉત્તરપ્રદેશ મોકલાયા - વડોદરામાં લોકડાઉનના કારણે ફસાયેલા 1209 શ્રમિકોને ઉત્તરપ્રદેશ મોકલાયા
વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉનના કારણે ફસાયેલા કુલ 1209 શ્રમિકોને મોડી રાત્રે ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટે ફ્લેશ લાઈટ કરી શ્રમિકોને રવાના કર્યા હતા.
કોરોના મહામારીમાં પોતાના જીવની પરવા કર્યાં વિના બસની સેવા આપીને વડોદરાના વિનાયક સિટી બસ મેનેજમેન્ટ તથા ડ્રાઇવર સ્ટાફ પણ કોરોના વોરિયર્સની ભૂમિકામાં રાત-દિવસ સેવા આપી રહ્યા છે. વડોદરા શેહરના અલગ-અલગ ઝોનમાં રાખવામાં આવેલા ઉત્તરપ્રદેશના 1209 શ્રમિકોને 25 બસ દ્વારા રાત્રે 8થી 2 વાગ્યા સુધીમાં રેલ્વે સ્ટેશન ઉપર પહોંચાડ્યા હતા. મધ્યરાત્રિએ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, જીતેન્દ્રભાઈ સુખડીયા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ ફ્લેશ લાઈટ કરી તમામ શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે રવાના કર્યા હતા.