ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં હરણી રોડ પર હજારો લીટર પાણી વહી ગયું, વોટર લાઇન ડેમેજ વિશે અધિકારીએ કહ્યું આવું

વડોદરામાં હરણીથી સમા જતા રોડ (Harani Road in Vadodara) વચ્ચે પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ (Water line Damage )થતાં હજારો લીટર પાણી નકામું વહી ગયું (Thousands of liters water flowed on Harani Road )હતું. અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરી કરતી વખતે ખોદકામમાં બેદરકારી સામે આવી છે. તો વોટર લાઇન ડેમેજ વિશે અધિકારીએ મહત્ત્વની વાત (Vadodara Corporation Reaction on Water line Damage )કહી હતી.

વડોદરામાં હરણી રોડ પર હજારો લીટર પાણી વહી ગયું, વોટર લાઇન ડેમેજ વિશે અધિકારીએ કહ્યું આવું
વડોદરામાં હરણી રોડ પર હજારો લીટર પાણી વહી ગયું, વોટર લાઇન ડેમેજ વિશે અધિકારીએ કહ્યું આવું

By

Published : Dec 15, 2022, 3:20 PM IST

અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરી કરતી વખતે ખોદકામમાં બેદરકારી

વડોદરા શહેરના હરણીથી સમા જતા રોડ (Harani Road in Vadodara)વચ્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરી કરતી વખતે ખોદકામને લીધે પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ થતાં (Water line Damage ) હજારો લીટર પાણી નકામું વહી ગયું (Thousands of liters water flowed on Harani Road ) હતું અને આસપાસમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતાં. પાણીની લાઈનમાં ભંગાણ થતા આસપાસના ખાડાઓમાં પાણી ભરાયાં હતા અને રોડ પર પાણી વહેતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ બનાવ બનતા નાના ધંધાર્થીઓના શાકભાજી, કપડાં અને વાસણો તણાવા લાગ્યા હતા અને નુકસાન થયું હતું.

આ પણ વાંચો MS યુનિ. ફરી વિવાદમાં, કર્મચારીઓના PFના પૈસા અટકાવ્યા હોવાનો આક્ષેપ

લીકેજના બનાવો વારંવાર બને છેઆ ઘટના (Water line Damage )અંગે સામાજિક કાર્યકરે જણાવ્યું કે અન્ડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન બેદરકારી દાખવવાને લીધે કોર્પોરેશનની પાણી, ડ્રેનેજ અને ગેસલાઇનમાં લીકેજ (Thousands of liters water flowed on Harani Road )બનાવ અવારનવાર બને છે અને કોર્પોરેશનને નુકસાન થવા છતાં લોકોને પણ સુવિધાથી વંચિત રહી હેરાન થવાનો વારો આવે છે.

આ પણ વાંચો SSG હોસ્પિટલમાં વિશ્રામ સદન, દર્દી સાથે આવેલા લોકો કરી શકશે આરામ

અધિકારીનો ખુલાસો કોર્પોરેશનના અધિકારીએ ટેલિફોનિકમાં જણાવ્યું (Vadodara Corporation Reaction on Water line Damage )હતું કે આ નોર્થ હરણી (Harani Road in Vadodara)ટાંકીની પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન છે. જે કેબલની કામગીરી દરમિયાન ખોદકામથી તૂટી છે. જેણે આ લાઇન તોડી (Water line Damage )છે તેના ખર્ચે અને જોખમે રિપેરિંગની કામગીરી કરાવાશે તેમજ તેને પેનલ્ટી પણ કરવામાં આવશે. કોર્પોરેશનનો ઇજનેર સ્થળ પર પહોંચી ગયો છે અને લાઇનમાં પાણી બંધ કરાવી દીધું છે. જેનું આજે રાત્રે જ રિપેરિંગ કાર્ય કરાવી લેવાશે.

ABOUT THE AUTHOR

...view details