ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવાશેઃ ગણપતસિંહ વસાવા - દીપડાઓ માટે બે સફારી પાર્કસ

વડોદરાઃ રાજ્યના વન અને આદિજાતી કલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવા રવિવારના રોજ વડોદરા શહેરની એક દિવસિય મુલાકાત લીધી હતી જેમાં તેઓએ દીપડા દ્વારા કરવામાં આવતા હુમલા અંગે માહિતી આપી હતી.

etv bharat
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્કસ બનાવવામાં આવશેઃ ગણપતસિંહ વસાવા

By

Published : Dec 29, 2019, 7:32 PM IST

રાજ્યના વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માનવભક્ષી બનેલા દીપડાઓને જંગલમાં ન છોડી આ પાર્કમાં આશ્રય આપવામાં આવશે, ગુજરાતમાં જંગલ વિસ્તારમાં અંદાજે 1400 જેટલા દીપડાઓ હોવાની જાણકારી આપી હતી.

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવાશેઃ ગણપતસિંહ વસાવા

વડોદરામાં સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને સન્માન સમારોહ સાંસદ મનસુખ વસાવા અને સમાજના અધ્યક્ષ ઈશ્વર વસાવા સાથે પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ સમાજ દ્વારા આદિવાસી ભવન નિર્માણના આયોજનને બિરદાવ્યું હતું અને આ સુવિધાથી સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details