વડોદરા:વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે અને આ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધાઓ યુનિવર્સિટી દ્વારા પુરી પાડવા આવી રહી છે. વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે. આવી જ રીતે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં પણ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા નથી. જ્યાં તેઓના રૂપિયા તેમજ સામાનની ચોરીના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે.
15 હજાર ચોરાઇ ગયા:આવો જ એક ચોરીનો કિસ્સો એમ.એસ યુનિવર્સિટીની સરદાર પટેલ હોસ્ટેલમાં બન્યો હતો. જેમાં યુનિવર્સિટીમાં એલ.એલ.એમનો વિધાર્થી અભ્યાસ કરતો પ્રશાંત પાંડેએ પોતાના રૂમના કબાટ રોકડ રૂપિયા 15 હજાર મુક્યાં હતા. તેઓને રૂપિયની જરૂર પડતા કબાટ ખોલીને કબાટ ચેક કરતા કબાટમાં મુકેલ રોકડ રૂપિયા 15 હજાર ગાયબ હતા. જેથી પોતાના રૂપિયા ચોરાઈ જતા પ્રશાંતે તેના રૂમ મેટને જાણ કરી હતી. જો કે આ ચોરીમાં કોઈ જાણ ભેદુની આશંકા તેને વ્યક્ત કરી હતી, બનાવની સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસ સરદાર પટેલ હોસ્ટેલ ખાતે દોડી આવી હતી અને હોસ્ટેલમાં કલાસમેટ તેમજ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચોVadodara crime: બંધ મકાનમાંથી વાસ આવતા મૃતદેહ મળ્યો, અનેક આશંકા