સાવલીમાં ચોરોનો આતંક એક રાતમાં ચારથી વધુ દુકાનોમાં કર્યો હાથ ફેરો - vadodara news today
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ટીમ્બા રોડ પર ગત રાત્રી સમયે ચોરોએ ચારથી વધુ દુકાનોમાં હાથ ફેરો કર્યો હતો. મળતી માહિતી મુજબ ચોરોએ સિતકેન્દ્ર સહિત ચારથી વધુ દુકાનોના તાળા તોડતા ચોરોનો આતંક સામે આવ્યો હતો.
સ્પોટ ફોટો
ચોરોએ રાત્રીના સમયે વરસાદી માહોલનો લાભ લઈ ચોર ટોળકી સક્રિય થઈ હતી. જોકે આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પર તાળાતોડી ચોર ટોળકીએ પોલીસને ખુલ્લે આમ પડકાર કર્યો છે. જોકે એક રાતમાં થયેલી ચોરીના પગલે CCTV ફુટેજના આધારે હાલ સાવલી પોલીસ તપાસ હાથધરી છે. અને ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.