વડોદરા: પોતાની સાથે જ લગ્ન કરવાની વાતને (Indians first self marriage) લઇને ચર્ચા અને વિવાદમાં આવેલી વડોદરાની ક્ષમા બિંદુએ બુધવારે લગ્ન કરી લીધા છે. આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા લાલ કપડા હાથમાં મહેંદી સાથે દુલ્હનની માફક તૈયાર થયેલી ક્ષમા બિંદુએ પોતાની જાતે જ સેથામાં (Kshma Bindu married to herself) સિંદુર ભર્યો હતો. આ સિવાય પોતાની જાતને જ મંગળસૂત્ર પણ પહેરાવ્યું ખાલી આ લગ્નમાં વરરાજા અને પંડિતજી નહોતા એટલે કે પોતે જ દુલ્હન અને પોતે જ વરરાજા.
આ પણ વાંચોઃએક એવી યુવતી જે પોતાની જાત સાથે લગ્ન કરશે, કોણ છે આ યુવતી જાણો તેની જુબાની
ક્ષમા બિંદુ 11 જૂનના દિવસે લગ્ન કરવાની હતી -ક્ષમા બિંદુ દેશની પહેલી એવી મહિલા છે કે જેણે આ પ્રકારે પોતાની સાથે જ લગ્ન કર્યા હોય. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમાના ઘર (Vadodara kshama bindu home) પર તેના લગ્ન યોજાયા હતા. આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા, જેમાં તેના પરિવાર અને મિત્રો જોડાયા હતા ક્ષમાના મિત્રોએ તેને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું છે. મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ યોજાઇ હતી, એટલે કે ક્ષમાએ પોતાની જાતને આપેલું વચન પુરુ કર્યુ.