વડોદરા: આજના અદ્યતન યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં એવી માન્યતા છે કે, નાની મોટી બીમારી અથવા તો ઝેરી જંતુ-જનાવર કરડે તો તેની સારવાર કરાવવા માટે હોસ્પિટલના બદલે ભુવા પાસે દર્દીને લઈ જવાય છે. જે કેટલું જોખમી છે, જેનો કિસ્સો સામે આવ્યો છે.
આધુનિક યુગમાં અંધશ્રદ્ધાઃ મહિલાને સાપ કરડ્યો તો ભુવા પાસે લઈ ગયાં, જાણો પછી શું થયું?
મહિલાને સાપે ડંખ મારતા પરિવારજનોએ સાપને લાઠી વડે મારીને અર્ધ મરેલી હાલતમાં પ્લાસ્ટિકની બોટલમાં મૂકીને મહિલાને સારવાર અર્થે નજીકના ભુવા પાસે લઈ ગયા હતા. જો કે, તબિયત વધુ બગડતા ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવાઇ હતી. સાપ કરડવાને કારણે ઘાયલ મહિલા હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું.
સાવલી તાલુકાના નરપુરા ગામે રહેતી લક્ષ્મીબેન મણીભાઈ પરમારને 17 ઓગસ્ટના રોજ બપોરે 12:30 વાગ્યે તેમના ઘરે કાળોતરા સાપે (કોમન કાઈટ સ્નેક) ડંખ માર્યો હતો. સાપે ડંખ માર્યો હોવાનું જાણ થતા પરિવારજનોએ સાપને લાઠી વડે મારીને અર્ધ મરેલી હાલતમાં પ્લાસ્ટિકની બોટલમાં મૂકીને મહિલાને સારવાર અર્થે નજીકના ભુવા પાસે લઈ ગયા હતા. ભુવા પાસે જતા તેમની તબિયત બગાડતા મહિલાને ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. જેથી મહિલાને આંકલાવ ખાતે ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવાઇ હતી. મહિલાને કયો સાપ કરડ્યો છે, તે બતાવવા માટે પરિવારજનો પ્લાસ્ટિકની બોટલમાં સાપ પણ હોસ્પિટલમાં સાથે લઈને આવ્યા હતાં.
આ વાતની જાણ થતાં સ્થળ પર હાજર ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. ડોકટરે ગભરાઈ જવાની જગ્યાએ એક તરફ મહિલાની સારવાર શરુ કરી દીધી હતી અને બીજી તરફ સાપને રેરક્યુ કરવા માટે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી સંસ્થાના વોલીએન્ટર તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી સાપને રેસ્ક્યુ કરી દીધો હતો. સાપ કરડવાને કારણે ઘાયલ મહિલા હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું.